<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

હવે ' સારથી દીદી" ટૂંક સમયમાં મહિલાઓ માટે ભારત ટેક્સીની વિશિષ્ટ રાઈડ સેવા શરૂ કરશે

ફક્ત મહિલા ડ્રાઈવરો જ મહિલા મુસાફરોને સેવા આપશે

નવી દિલ્હી :ભારત ટેક્સી મહિલા મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા અને મહિલા ડ્રાઈવરોને રોજગારી પૂરી પાડવા માટે એક નવું પગલું ભરી રહી છે. પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં "સારથી દીદી" નામની એક ખાસ સુવિધા શરૂ કરવામાં આવશે, જ્યાં ફક્ત મહિલા ડ્રાઈવરો જ મહિલા મુસાફરોને સેવા આપશે. આ સુવિધા હેઠળ, જ્યારે મહિલા મુસાફરો આ વિકલ્પ પસંદ કરશે, ત્યારે તેમને ફક્ત મહિલા "સારથી" (ડ્રાઈવરો) પ્રદાન કરવામાં આવશે.

(12:01 AM IST)