News of Thursday, 5th February 2026
બિટકોઈન રોકાણકારોને રડાવી રહ્યું છે : થોડા જ દિવસોમાં રૂ.4,60,000 કરોડ ધોવાઈ ગયા !
એક સમયે 126,184.05 ડોલરની ઊંચી સપાટીએ હતો. 5,500 ડોલર એટલે કે 8 ટકાનો કડાકો આવ્યો

બિટકોઈને ડિજિટલ ગોલ્ડ (Digital Gold) તરીકે ઓળખ મેળવી લીધી હતી. આજે એ જ બિટકોઈન તેના રોકાણકારોને રડાવી રહ્યું છે. ગુરુવારે બિટકોઈન 70,000 ડોલરની સપાટીથી નીચે આવી ગઈ છે,જે એક સમયે 126,184.05 ડોલરની ઊંચી સપાટીએ હતો. 5,500 ડોલર એટલે કે 8 ટકાનો કડાકો આવ્યો છે અને તે 67,482 ડોલર થયો છે.
બિટકોઈને 70,000 ડોલરની સપાટી ગુમાવી હોય તેવી આ ઘટના છેલ્લા 15 મહિનામાં પહેલી વાર જોવા મળી છે. આ ઘટાડાથી વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં ભયનું વાતાવરણ સર્જાયું છે અને રોકાણકારોએ લાખો અને કરોડો રૂપિયા ગુમાવ્યા છે. અમેરિકામાં ન્યૂયોર્ક ટ્રેડિંગ સત્ર દરમિયાન બિટકોઈનનો ભાવ 69,821 ડોલર પર આવી ગયો છે.
બિટકોઈન ઓક્ટોબર 2025માં નોંધાવેલી અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીથી 44% ઘટી ગયો છે. આ સ્તર છેલ્લે નવેમ્બર 2024 માં જોવા મળ્યું હતું કે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પછી બજારમાં ઉત્સાહ હતો.
નિષ્ણાતો માને છે કે જો બિટકોઈન 72,000 ડોલરથી ઉપર રહેવામાં નિષ્ફળ જાય તો તે 68,000 ડોલર અથવા તેનાથી પણ નીચે આવી શકે છે. જોકે કેટલાક રોકાણકારો આ સ્તરને સોદા ભાવે ખરીદી કરવાની તક તરીકે જોઈ રહ્યા છે.
છેલ્લા અઠવાડિયામાં, સમગ્ર ક્રિપ્ટો બજારમાંથી આશરે ડોલર 460 બિલિયન એટલે કે આશરે રૂપિયા 4,60,000 કરોડનું ધોવાણ થયું છે. તેનાથી પ્રશ્ન થાય છે કે શું ક્રિપ્ટોનો સુવર્ણ યુગ સમાપ્ત થઈ રહ્યો છે કે શું આ આગામી મોટી તેજી પહેલા માત્ર ઘટાડો છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
