<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

હવે દેશમાં ફકત અલ્લાહનો કાયદો જ ચાલશે

બાંગ્લાદેશની ચૂંટણીઓ પહેલા જમાતના નેતાએ જાહેર કર્યું : આગામી સંસદ હવે કુરાન અને સુન્નાહ પર આધારિત અલ્લાહના કાયદા દ્વારા સંચાલિત થશે અને માનવ નિર્મિત કોઈપણ કાયદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં

ઢાકા તા.૬: બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓ પહેલા જમાત-એ-ઇસ્લામીને લગતી ચર્ચા ફરી એકવાર તીવ્ર બની છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાના નિવેદનથી સવાલો ઉભા થયા છે કે શું શેખ હસીના પછીની ચૂંટણીઓ પહેલા જમાત-એ-ઇસ્લામી તેની જૂની વિચારધારા તરફ પાછી ફરી રહી છે.

ગુરુવાર, ૫ ફેબ્રુઆરીના રોજ રાજશાહીમાં યોજાયેલી એક ચૂંટણી રેલી દરમિયાન, જમાત-એ-ઇસ્લામીના કેન્દ્રીય નાયબ-એ-અમીર, પ્રોફેસર મુજીબુર રહેમાને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પદ્મ નદીના કિનારે આવેલા મદરેસા મેદાનમાં સભાને સંબોધતા તેમણે કહ્યું કે દેશની આઝાદી પછીથી બાંગ્લાદેશમાં અલ્લાહનો કાયદો લાગુ કરવામાં આવ્યો નથી, પરંતુ આ વખતે તે થશે નહીં.

રાજશાહીથી ચૂંટણી લડી રહેલા પ્રોફેસર મુજીબુર રહેમાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં દેશમાં માનવો દ્વારા બનાવેલ કોઈપણ કાયદો માન્ય રહેશે નહીં. તેમણે કહ્યું કે આગામી સંસદ ૅકુરાન અને સુન્નાહ પર આધારિતૅ કાયદા દ્વારા સંચાલિત થશે, જે અલ્લાહે બનાવ્યો છે. તેમના નિવેદનને જમાત-એ-ઇસ્લામીની મુખ્ય વિચારધારાની ખુલ્લી અભિવ્યકિત તરીકે જોવામાં આવી રહી છે.

રેલી દરમિયાન, તેમણે મતદારોને અપીલ કરી કે જો તેઓ દેશમાં અલ્લાહનો કાયદો લાગુ કરવા માંગતા હોય, તો તેમણે જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળના ૧૧-પક્ષીય ગઠબંધનને મત આપવો જોઈએ. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું જમાત-એ-ઇસ્લામી ચૂંટણી પહેલા તેની વિચારધારાને ફરીથી શોધી રહી છે, જે રીતે તે એક સમયે રાખતી હતી.

(10:13 AM IST)