<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ભારત રત્‍ન લતાજીની પૂણ્‍યતિથીઃ ૩૬ ભાષાઓમાં અવાજ ગૂંજેલોઃ મૂળ નામ ‘હેમા મંગેશ્‍કર' હતું

મુંબઈઃ આજે ભારતની બુલબુલ ઓફ ઈન્‍ડિયા  એટલે કે, લતા મંગેશકરની પુણ્‍યતિથિ છે. આ સુપ્રસિદ્ધ ગાયિકાને આ દુનિયા છોડ્‍યાને ચાર વર્ષ થઈ ગયા છે, પરંતુ તેમના સૂર અમર છે. લતા મંગેશકરનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં નોંધાયું હતું. અને તેમને ભારતના સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન, ભારત રત્‍નથી પણ નવાજવામાં આવ્‍યા હતા.

લતા મંગેશકર ભારતીય સંગીતનો એક અમર અવાજ છે. જેમના નામથી જ સૂર, સમર્પણ અને ભક્‍તિનો અનુભવ થાય છે.  ચાર દાયકાથી વધુ સમય સુધી, તેમણે પોતાના અવાજથી લાખો હૃદયને સ્‍પર્શી લીધા, માત્ર એક પેઢી પર નહીં પરંતુ પેઢીઓ પર કાયમી છાપ છોડી. ૨૮ સપ્‍ટેમ્‍બર, ૧૯૨૯ ના રોજ ઇન્‍દોરમાં લગા મંગેશકરનો જન્‍મ થયો હતો. તેમનું સાચું નામ હેમા મંગેશકર હતું.

લતા મંગેશકર  ખૂબ જ નાની ઉંમરે સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો. મુશ્‍કેલ શરૂઆતના સમયગાળા પછી, તેમણે ૧૯૪૦ ના દાયકામાં પ્‍લેબેક સિગિગ માં પોતાને સ્‍થાપિત કર્યા. ત્‍યારબાદ તેમણે હિન્‍દી, મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુ, ઉર્દૂ, ગુજરાતી  અને અન્‍ય ઘણી ભારતીય ભાષાઓમાં ગાયું હતું. એવું તેમણે તેમની કારકિર્દીમાં હજારો ગીતો રેકોર્ડ કર્યા હતા. જે પોતે જ એક સીમાચિホરૂપ છે.

લતા મંગેશકરે ૩૬ ભારતીય ભાષાઓ સાથે અનેક વિદેશી ભાષાઓમાં ગીત ગાયા હતા. જેનો તેમણે એક અનોખો રેકોર્ડ બનાવ્‍યો હતો. સૌથી વધુ રેકોર્ડ કરાયેલા ગીતો ધરાવતી ગાયિકા તરીકે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્‍યું હતું. પરંતુ તેમનો રેકોર્ડ પાછળથી તેમની બહેન આશા ભોંસલે એ તોડી નાખ્‍યો.

લતા મંગેશકરને ભારતની બુલબુલ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો અવાજ એટલો વિશિષ્ટ હતો કે દરેક ઉંમરના લોકો તેમની સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરતા હતા. જ્‍યારે બુલબુલના શ્રેષ્ઠ ગીતોની વાત આવે છે, ત્‍યારે લગ જા ગલે સૌથી પહેલા ધ્‍યાનમાં આવે છે.

વો કૌન થી ફિલ્‍મના લગ જા ગલેઙ્ઘ થી વધુ પ્રખ્‍યાત ભારતીય ગીત ભાગ્‍યે જ કોઈ હશે. મદન મોહન, જેમની પ્રેરણા લતા હતી, તેમણે ૧૯૬૪ ની ફિલ્‍મ વો કૌન થી માટે સંગીત આપ્‍યું હતું. ઘણા ગાયકોએ આ ક્‍લાસિક ગીત ગાવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ કોઈએ લતા જેવી લાગણીને પકડી નથી.

લતા મંગેશકરના કાલાતીત ગીતોમાં આજ ફિર જીને કી તમન્ના નો સમાવેશ થાય છે. આ ગીત આજે પણ શેરીના ખૂણે-ખૂણે ગુંજતું સાંભળી શકાય છે.

રૈના બીતી જાયે (પ્રેમ અમર પ્રેમ): લતા મંગેશકર દ્વારા ગવાયેલું આ ગીત અમર છે. આજે પણ, તે સૂર સાંભળીને હૃદયમાં શાંતિની અનુભૂતિ થાય છે. એકવાર તમે તેને સાંભળશો, તો તમે વારંવાર તેને સાંભળવાની ઈચ્‍છા થશે.

(4:04 PM IST)