<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

સુરક્ષાબળોના ઓપરેશનથી ફફડી ઉઠેલા આતંકીઓની નાપાક ચાલ: કાશ્મીરી પંડિતોને પત્ર લખી આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાથી શરૂ કર્યું

આતંકી સંગઠન ટીઆરએફ ના 'ફલકાન સ્ક્વોડ' દ્વારા ઈન્ટરનેટ પર ધમકીભર્યો પત્ર જાહેર; રાહુલ પંડિત અને બિન્દરુ જેવા હાલ કરવાની ચીમકીથી કાશ્મીરીઓમાં ભયનો માહોલ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો દ્વારા ચલાવવામાં આવી રહેલા આક્રમક અભિયાનોથી ગભરાઈને આતંકવાદીઓએ હવે ફરી એકવાર કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. કાશ્મીરમાં સક્રિય આતંકી સંગઠન ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) ના નવા 'ફલકાન સ્ક્વોડ' દ્વારા સોશિયલ મીડિયા પર એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પત્રમાં કાશ્મીરી પંડિતોને સંબોધીને કહેવામાં આવ્યું છે કે, જો તેઓ ખીણ છોડશે નહીં તો તેમનો અંજામ પણ રાહુલ પંડિત અને બિન્દરુ જેવો જ થશે.

આ ધમકીભર્યા પત્રમાં સુરક્ષા દળો અને સરકારને સાથ ન આપવા માટે ચેતવણી આપવામાં આવી છે. પત્રમાં લખ્યું છે કે, "અમે અગાઉ પણ ચેતવણી આપી હતી કે બલીનો બકરો ન બનો, પરંતુ તમે તે જ રસ્તા પર ચાલી રહ્યા છો." આતંકી સંગઠને લિસ્ટેડ નામોનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે તેઓની હિટ લિસ્ટ તૈયાર છે. આ પત્ર સામે આવ્યા બાદ કાશ્મીરી પંડિતોમાં ડરનો માહોલ છે, જોકે સુરક્ષા એજન્સીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ તેજ કરી છે અને પંડિતોની સુરક્ષા વધારી દીધી છે.

(6:32 PM IST)