News of Friday, 6th February 2026
મુંબઈ: ૧૭ લોકોના ડીએનએ ટેસ્ટ બાદ પિતા જ રેપિસ્ટ નીકળ્યો: ૨૦ વર્ષની મૂક-બધિર યુવતી ગર્ભવતી
પોલીસે આ કેસમાં પિતા, પડોશીઓ અને અન્ય સંબંધીઓ સહિત કુલ ૧૭ લોકોના ડીએનએ સેમ્પલ લીધા હતા

મુંબઈ: મુંબઈના કફ પરેડ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ૨૦ વર્ષની મૂક-બધિર અને માનસિક રીતે અક્ષમ યુવતી પર બળાત્કાર ગુજારનાર બીજું કોઈ નહીં પણ તેનો સગો પિતા જ હોવાનું સામે આવ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં જ્યારે યુવતીને પેટમાં દુખાવો ઉપડ્યો ત્યારે તબીબી તપાસમાં તે ૫ મહિનાની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે આ કેસમાં પિતા, પડોશીઓ અને અન્ય સંબંધીઓ સહિત કુલ ૧૭ લોકોના ડીએનએ સેમ્પલ લીધા હતા. ૨૭ જાન્યુઆરીએ આવેલા ફોરેન્સિક રિપોર્ટમાં ગર્ભના ડીએનએ પિતા સાથે મેચ થતા પોલીસે ૩ ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરી છે. અગાઉ યુવતીએ ડરના માર્યા ઇશારામાં પડોશીઓ તરફ આંગળી ચીંધી હતી, પરંતુ કાઉન્સેલિંગમાં પિતાની કરતૂત પણ સામે આવી હતી
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
