News of Friday, 6th February 2026
બ્રિટન: જેફરી એપસ્ટીન ફાઇલથી પીએમ કીર સ્ટારમરની ખુરશી જોખમમાં; પીટર મેન્ડેલસનના રાજીનામાથી ખળભળાટ
મેન્ડેલસન પર આરોપ છે કે તેમણે ગોર્ડન બ્રાઉન સરકારમાં રહેતા એપસ્ટીનને સંવેદનશીલ માહિતી લીક કરી હતી.

લંડન: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમર હાલમાં રાજકીય સંકટનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના કુખ્યાત સેક્સ ગુનેગાર જેફરી એપસ્ટીનની નવી જાહેર થયેલી ફાઇલ્સમાં પીટર મેન્ડેલસનનું નામ આવતા વિવાદ વકર્યો છે. મેન્ડેલસન પર આરોપ છે કે તેમણે ગોર્ડન બ્રાઉન સરકારમાં રહેતા એપસ્ટીનને સંવેદનશીલ માહિતી લીક કરી હતી.
સ્ટારમરે સ્વીકાર્યું છે કે મેન્ડેલસનની અમેરિકામાં રાજદૂત તરીકે નિમણૂક કરતા પહેલા તેઓ એપસ્ટીન સાથેના તેમના સંબંધોથી માહિતગાર હતા, પરંતુ મેન્ડેલસને તેમને ખોટું બોલીને ગેરમાર્ગે દોર્યા હતા.
વિરોધ પક્ષ અને પોતાની જ લેબર પાર્ટીના દબાણ બાદ મેન્ડેલસને રાજીનામું આપ્યું છે, અને હવે સ્ટારમર પર પણ પદ છોડવા દબાણ વધી રહ્યું છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
