News of Friday, 6th February 2026
કાશી: ૩૦૦ વર્ષ બાદ ૧૫ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર ૧૨ દુર્લભ યોગનો મહાસંયોગ, શિવભક્તોમાં ભારે ઉત્સાહ
ગંગા દ્વારથી સીધા પ્રવેશની સાથે આ વખતે ગર્ભગૃહ સુધી ન પહોંચી શકતા ભક્તો માટે બહાર મોટી એલઈડી સ્ક્રીન પર લાઈવ દર્શનની વ્યવસ્થા

વારાણસી: આ વર્ષે ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ઉજવનારી મહાશિવરાત્રી ઐતિહાસિક સાબિત થશે. જ્યોતિષીય ગણતરી મુજબ, લગભગ ૩૦૦ વર્ષ પછી શિવરાત્રી પર એકસાથે ૧૨ શુભ યોગ (જેમ કે શિવ યોગ, સિદ્ધ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ) બની રહ્યા છે. કાશી વિશ્વનાથ મંદિરમાં આ અવસરે ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગંગા દ્વારથી સીધા પ્રવેશની સાથે આ વખતે ગર્ભગૃહ સુધી ન પહોંચી શકતા ભક્તો માટે બહાર મોટી એલઈડી સ્ક્રીન પર લાઈવ દર્શનની વ્યવસ્થા કરાઈ છે. ૧૫ ફેબ્રુઆરીએ સાંજે ૫:૦૪ વાગ્યે ચતુર્દશી તિથિ શરૂ થશે અને ૧૬ ફેબ્રુઆરીના રોજ મહાભિષેક પૂર્ણ થશે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
