તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Friday, 6th February 2026
7 ફેબ્રુઆરીએ દેશભરમાં ઓલા, ઉબેર અને રેપિડોના પૈડાં થંભી જશે : મુસાફરોની કસોટી
ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન' હેઠળ લાખો ગિગ વર્કર્સ જોડાશે હડતાળમાં : લઘુત્તમ ભાડા અને શોષણ મુક્ત કામકાજની માંગ સાથે ડ્રાઇવરોએ રણશિંગુ ફૂંક્યું

નવી દિલ્હી : જો ગઈકાલે ઓફિસ જવા કે કોઈ મહત્વના કામ માટે કેબ બુક કરવાનું વિચારી રહ્યા છો, તો તમારી યોજના બદલવી પડી શકે છે. તેલંગાણા ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન સહિતના અનેક રાષ્ટ્રીય સંગઠનોએ 'ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન'નું એલાન આપ્યું છે. આ દિવસે ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ-આધારિત સેવાઓના લાખો ડ્રાઇવરો પોતાની રાઇડ-હેલિંગ એપ્સ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરશે. ડ્રાઇવરોનો આક્ષેપ છે કે આ કંપનીઓ કોઈ ચોક્કસ નિયમન વગર તેમનું આર્થિક શોષણ કરી રહી છે, જેના કારણે લાખો પરિવારો ગરીબીની અણી પર આવી ગયા છે.
આ હડતાળનું મુખ્ય કારણ 'મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા, ૨૦૨૫' હેઠળ લઘુત્તમ બેઝ ફેર નક્કી ન થવું છે. ડ્રાઇવર સંગઠનોની માંગ છે કે સરકારે દરમિયાનગીરી કરી કેબ, ઓટો અને બાઇક ટેક્સી માટે એક એવું ભાડું નક્કી કરવું જોઈએ જે મોંઘવારી અને વાહનના ખર્ચને પહોંચી વળે. આ ઉપરાંત, ખાનગી નંબર પ્લેટ ધરાવતા વાહનોનો વાણિજ્યિક ઉપયોગ (ખાસ કરીને બાઇક ટેક્સીમાં) બંધ કરવાની માંગ પણ જોર પકડી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લખેલા પત્રમાં યુનિયનોએ સ્પષ્ટ કર્યું છે કે જો તેમની આજીવિકા સુરક્ષિત કરવામાં નહીં આવે, તો આ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બની શકે છે.
મુસાફરો માટે આ હડતાળ મોટી મુસીબત સાબિત થઈ શકે છે, કારણ કે મેટ્રો અને બસ સેવાઓ પર ભાર વધવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને સવારના 'પીક અવર્સ' દરમિયાન એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પહોંચવા માંગતા લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા અગાઉથી કરી લેવી હિતાવહ છે. જોકે આ હડતાળની અસર દરેક શહેરમાં અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ મુખ્ય મેટ્રો શહેરોમાં પરિવહન વ્યવસ્થા ખોરવાય તેવા પૂરા સંકેતો મળી રહ્યા છે. એપ-આધારિત કંપનીઓ અને સરકાર વચ્ચે જો તાકીદે કોઈ સમજૂતી નહીં સધાય, તો શનિવારનો દિવસ સામાન્ય જનતા માટે ભાગદોડ ભરેલો બની રહેશે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
