News of Friday, 6th February 2026
સંરક્ષણ ક્ષેત્રે ભારતની મોટી છલાંગ : મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ-૩' નું સફળ પરીક્ષણ
આશરે ૩,૦૦૦ કિલોમીટર સુધીના લક્ષ્યાંકને સચોટ રીતે વીંધવાની ક્ષમતા :મિસાઈલ દોઢ ટન સુધીના પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ

ભારતે તેની વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતામાં મોટું કદમ ઉઠાવતા મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ-૩' નું ઓડિશાના દરિયાકાંઠે આવેલા ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી સફળ પરીક્ષણ કર્યું છે.
આ પરીક્ષણ ભારતની ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી હેઠળની 'સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ' દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
અગ્નિ-૩ મિસાઈલ આશરે ૩,૦૦૦ કિલોમીટર સુધીના લક્ષ્યાંકને સચોટ રીતે વીંધવાની ક્ષમતા ધરાવે છે.
આ મિસાઈલ દોઢ ટન સુધીના પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે.
પરીક્ષણ દરમિયાન મિસાઈલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડો સફળતાપૂર્વક સાબિત થયા છે. આ મિસાઈલ બે તબક્કાની સોલિડ પ્રોપેલન્ટ એન્જિન સિસ્ટમ પર કાર્ય કરે છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
