હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આગ્રાને સળગાવી નાખોઃ દિલ્હીને હલબલાવી નાખોઃ જેશ-લશ્કરનાં આતંકીઓએ ફરી કાગારોળ કરી
કાશ્મીરમાં જેહાદનું ઝેર ઓક્યુઃ ભારત વિરુદ્ધ જેહાદનું ‘‘મ્યાંઉ મ્યાંઉ''

મુઝફરાબાદ તા.૭: જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (LeT) જેવા આતંકવાદી સંગઠનોના ટોચના કમાન્ડરોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં કહેવાતા કાશ્મીર એકતા દિવસ નિમિત્તે ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. આ રેલીઓમાં ભારત વિરુદ્ધ જેહાદનું આહ્વાન કરવામાં આવ્યું અને ભારતના મુખ્ય શહેરોને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી. આ નિવેદનો બાદ, ભારતીય ગુપ્તચર એજન્સીઓ હાઇ એલર્ટ પર છે.
લાહોરમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા સંગઠન પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગના વરિષ્ઠ નેતા અને કટ્ટરપંથી કમાન્ડર સૈયદ અબ્દુલ રહેમાન નકવીનું નિવેદન સૌથી ચિતાજનક માનવામાં આવે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, નકવીએ ભીડને સૂત્રોચ્ચાર કરવા માટે ઉશ્કેર્યા હતા અને ખુલ્લેઆમ જાહેર કર્યું હતું કે આ સંગઠન આગ્રાને આગ લગાડશે, ડેક્કનને જગાડશે અને દિલ્હીને હચમચાવી નાખશે.
જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મસૂદ ઇલ્યાસ કાશ્મીરીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાવલકોટમાં એક વિશાળ સભાને સંબોધિત કરી હતી. તેમણે પાકિસ્તાની યુવાનોને આતંકવાદી સંગઠનમાં જોડાવા અપીલ કરી હતી અને દાવો કર્યો હતો કે તેમના સમર્થકો તેમની બધી શક્તિ અને આતંકથી દુશ્મનને કચડી નાખવા માટે તૈયાર છે.
કાશ્મીરીએ એમ પણ કહ્યું હતું કે દિલ્હી અને મુખ્ય વૈશ્વિક શક્તિઓને સંદેશ મોકલવામાં આવશે. તેમના ભાષણમાં, તેમણે સીધા યુએસ, યુકે અને ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ રેલીમાં, જૈશના કહેવાતા નવી પેઢીૅ ના આતંકવાદીઓને પણ સ્ટેજ પર રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે સંગઠન ખુલ્લેઆમ ભરતી અભિયાન ચલાવી રહ્યું છે. આ જ મસૂદ ઇલ્યાસ કાશ્મીરીએ અગાઉ સ્વીકાર્યું છે કે ભારતની કાર્યવાહીથી જૈશના બહાવલપુર મુખ્યાલયને ભારે નુકસાન થયું છે અને વિસ્ફોટો પછી આતંકવાદીઓ ટુકડાઓમાં વિખેરાઈ ગયા હતા.
લાહોરમાં પોતાના ભાષણમાં, સૈયદ અબ્દુલ રહેમાન નકવીએ ભારતની પ્રાદેશિક અખંડિતતા પર પણ હુમલો કર્યો. તેમણે કહ્યું કે તેઓ તેમના વડીલોની ઇચ્છા પૂર્ણ કરશે અને અવિભાજિત ભારત તોડવા માટે કામ કરશે. નકવી લશ્કરના વડા હાફિઝ સઈદ અને તેના પુત્ર તલ્હા સઈદ સાથે ગાઢ સંબંધો ધરાવે છે તેવું કહેવાય છે.
આ ઉશ્કેરણીજનક ભાષણો અને ખુલ્લી ધમકીઓ બાદ, ભારતની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ તેમની સતર્કતા વધારી દીધી છે. તેમને ડર છે કે આ નિવેદનોનો હેતુ સરહદ પાર હિસા ભડકાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવાનો હોઈ શકે છે.
સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ સંભવિત ખતરાને પહોંચી વળવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
