<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

અનોખી ચોરીઃ દોઢ કિલો ચાંદીના દાગીના લૂંટવા ચોર ડોશીમાને ખાટલા સાથે ઊઠાવીને લઈ ગયા

૯૦ વર્ષીય વૃદ્ધ મહિલાને તેના પલંગ સાથે ઉઠાવી ગયા અને તેના હાથ-પગ બાંધી તેને ખેતરમાં મૂકી આવ્‍યાઃ ત્‍યારબાદ આરોપી ફરાર થઈ ગયા

ભિલવાડા તા.૭: રાજસ્‍થાનના ભિલવાડા જિલ્‍લાના અરવાડ વિસ્‍તારના કોઠિયા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોરોએ ૯૦ વર્ષીય વૃદ્ધ મહિલાને તેના પલંગ સાથે ઊઠાવી ગયા હતા. જેથી ૧.૫ કિલો ચાંદીના દાગીના લૂંટી શકે. ઘટના ભિલવાડાના કોઠિયા ગામની છે. અહીં ચોરોએ ૯૦ વર્ષીય વૃદ્ધ મહિલાને તેના પલંગ સાથે ઉઠાવી ગયા અને તેના હાથ-પગ બાંધી તેને ખેતરમાં મૂકી આવ્‍યા. ત્‍યાર બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. આ ઘટના ત્‍યારે સામે આવી, જ્‍યારે સોમવારે સવાઈ માધોપુર જિલ્‍લાના કોડાઈ ગામમાં એક મહિલાની બર્બર હત્‍યા ચાંદીના દાગીના લૂંટવા માટે કરી હતી. તેનાથી ગ્રામીણ વિસ્‍તારમાં વૃદ્ધ મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વધી છે.

પોલીસ અને અધિકારીઓ અનુસાર, ભિલવાડાની ઘટના બુધવાર રાતે થઈ હતી, જ્‍યારે ચોરોએ પૂર્વ સરપંચ નથી દેવી માલીના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસ્‍યા હતા. ગુનો કરતા પહેલા તેમણે પરિવારના અન્‍ય સભ્‍યોને તેમના રૂમને બહારથી બંધ કરી દીધા અને તેમને બંધક બનાવી લીધા. આ ઘટનાના સમયે નથી દેવીની સાસુ છોટી દેવી ઓસરીમાં પલંગ પર સૂઈ રહ્યા હતા. ચોરોએ તેમના ચાંદીના દાગીના જોઈ તેમનું મોં બંધ કરી દીધું અને તેમને પલંગ સહિત નજીકના ખેતરમાં ઉઠાવીને લઈ ગયા, આ દરમ્‍યાન તેમના હાથ-પગ પણ બાંધી દીધા હતા.

આ દરમ્‍યાન અન્‍ય પરિવારના સભ્‍યો ઉઠ્‍યા અને જોયું તો તેમના રૂમ બહારથી બંધ હતા. તેમણે દેકારો કર્યો, જે બાદ ગામના લોકો પણ આવી પહોંચ્‍યા અને તાળા તોડ્‍યા. જ્‍યારે છોટી દેવી ઘરમાં ન મળ્‍યા તો તરત શોધખોળ હાથ ધરી. થોડા સમય બાદ મહિલા ખેતરમાં જોવા મળી, જ્‍યાં ચોર પહેલાથી ભાગી ગયા હતા.

પરિવાર અને ગામ લોકોની ત્‍વરિત કાર્યવાહીના કારણે ચોર ચાંદીના દાગીના લઈ શક્‍યા નહીં. પોલીસને સૂચના મળ્‍યા બાદ ઘટનાસ્‍થળે પહોંચી અને આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તપાસ હાલમાં ચાલી રહી છે. પોલીસનું માનવું છે કે ચાંદીની વધતી કિમતના કારણે ગામડામાં દાગીના પહેરતી મહિલાઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ૬ ફેબ્રુઆરીના રોજ ચાંદીની કિમત ૨૪૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. તાજેતરમાં ચાંદીની કિમત પ્રતિ ૧૦ ગ્રામ ૩ હજારથી ઉપર સુધી પહોંચી ગઈ હતી. જે ખૂબ જ ચર્ચામાં રહી હતી, જે બાદ લોકોએ ચાંદીમાં પૈસા ઇન્‍વેસ્‍ટ કરી રહ્યા છે.

(9:58 AM IST)