<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

GST પોર્ટલ પર નોટીસ હવે એક જ ટેબમાં જોવા મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી

પોર્ટલ પર પહેલા અલગ અલગ ટેબ હોવાના કારણે વેપારીઓને તકલીફ પડતી હતી

નવી દિલ્‍હી તા.૭: જીએસટીમાં વેપારીઓને તકલીક નહી પડે તે માટે સમયાંતરે સુધારા કરવામાં આવતા હોય છે. તેમાં વધુ એક સુધારો કરીને જીએસટી પોર્ટલ પર પહેલા નોટીસ અને ઓર્ડર ઉપરાંત એડીશનલ નોટીસ માટે અલગ અલગ ટેબ રાખવામાં આવ્‍યા હતા. જોકે તેનું એકત્રીકરણ કરી દેવામાં આવતા હવે એક જ જગ્‍યાએથી નોટીસ અને ઓર્ડર જોવા મળશે. તેના કારણે વેપારી જીએસટી પોર્ટલ પર એક કલીક કરતાની સાથે તેઓને નોટીસ આપવામાં આવી છે કે નહીં તેની જાણકારી મળી રહેવાની છે. તે માટેની સુવિધા પોર્ટલ પર કાર્યરત પણ કરી દેવામાં આવી છે.

જીએસટીના અધિકારીઓ દ્વારા  વેપારીને નોટીસ આપે તો તેની વિગતો પોર્ટલ પર અપલોડ કરતા હતા. જ્‍યારે વેપારીને તેની કોપી મોકલતા નહોતા. તે અંગે સમયાંતરે ભારે વિવાદ પણ થયો હતો. તેમજ હાઈકોર્ટ પણ વેપારીને રજીસ્‍ટર એડીથી નોટીસ મોકલવા માટે તાકીદ કરી હતી.સાથે સાથે પોર્ટલ પર પણ બે ટેબ હોવાના કારણે વેપારીઓને રોજેરોજ તેની ચકાસણી કરવાની સ્‍થિતી સર્જાતી હતી. જો ત્રણ નોટીસ આપવામાં આવે અને તેની જાણકારી વેપારીને ના હોય તો પણ વેપારીની વિરુધ્‍ધમાં ઓર્ડર કરી દેવામાં આવતો હતો. છેવટે તેના નિવારણ માટે જીએસટી પોર્ટલ પર બે અલગ અલગ ટેબ દુર કરીને એક જ કલીક પર નોટીસ અને ઓર્ડરની જાણકારી વેપારીઓને મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરી દેવામાં આવી છે. આ કારણોસર વેપારીઓને છેલ્‍લા કેટલાય વર્ષોથી તકલીફનું હાલમાં નિવારલ લાવવામાં આવ્‍યું છે.

નંબર બંધ કરાવનારને ઘરે નોટીસ મળવી જોઇએ

જીએસટી નંબર બંધ કરાવવા માટે અરજી કરનાર વેપારીને તેના મોબાઈલ નંબર ઉપર અથવા તો તેના નિવાસસ્‍થાને રજીસ્‍ટર એડીથી નોટીસ અથવા અન્‍ય કોઇ પણ કાગળ મળી રહે તેવી વ્‍યવ્‍યવસ્‍થા કરવી જોઇએ કારણ કે જે વેપારીએ જીએસટી નંબર બંધ કરાવવા માટે જીએસટીના નિયમોનુસાર કાર્યવાહી કરી હોય તે પોર્ટલ પર તપાસ કરવાનો નથી. જેથી તે અંગેની પણ વ્‍યવસ્‍થા ઝડપથી કરવામાં આવે તે પણ ખુબ જ જરુરી છે.

(10:31 AM IST)