<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

સોનિયા ગાંધીની નાગરિકતા પર કાયદાકીય સંગ્રામ: રાઉઝ એવન્યુ કોર્ટમાં લેખિત જવાબ રજૂ

1980ની મતદાર યાદીમાં નામ અને 1983માં નાગરિકતાના દાવા વચ્ચે ફસાયો પેચ : ખોટા દસ્તાવેજોના ગંભીર આરોપો વચ્ચે હવે 21 ફેબ્રુઆરીએ હાથ ધરાશે મહત્વની સુનાવણી

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની ભારતીય નાગરિકતા અને મતદાર યાદીમાં તેમના નામને લઈને ફરી એકવાર કાયદાકીય વિવાદ વકર્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહેલા આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સોનિયા ગાંધીએ પોતાનો લેખિત જવાબ દાખલ કર્યો છે. અરજદારનો આરોપ છે કે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા મેળવવા માટે ખોટા દસ્તાવેજોનો સહારો લીધો હતો. આ મામલો ત્યારે વધુ ગૂંચવાયો જ્યારે કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી કે સોનિયા ગાંધીએ સત્તાવાર રીતે એપ્રિલ 1983માં ભારતીય નાગરિકતા મેળવી હતી, પરંતુ તેમનું નામ તે પહેલા એટલે કે 1980ની મતદાર યાદીમાં પહેલેથી જ નોંધાયેલું હતું.

અરજદારે કોર્ટમાં સવાલ ઉઠાવ્યો છે કે જે વ્યક્તિ પાસે ભારતની નાગરિકતા જ નહોતી, તેનું નામ મતદાર યાદીમાં કયા આધારે અને કોની સૂચનાથી સામેલ કરવામાં આવ્યું? અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 1983માં તેમનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું, જે પોતે જ શંકા પેદા કરે છે. જો નામ નિયમ મુજબ ઉમેરવામાં આવ્યું હતું, તો તેને કાઢી નાખવાની જરૂર કેમ પડી? અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટે આ તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી, પરંતુ હવે રિવિઝન પિટિશન દ્વારા તે આદેશને પડકારવામાં આવ્યો છે, જેના કારણે સોનિયા ગાંધીએ લેખિત સ્પષ્ટતા આપવી પડી છે.

આ કેસ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે કારણ કે કોર્ટે આગામી સુનાવણી માટે 21 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. સોનિયા ગાંધીના વકીલો આ આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષ આને બંધારણીય નિયમોના ઉલ્લંઘન તરીકે જોઈ રહ્યો છે. રાજકીય વર્તુળોમાં આ સુનાવણીને લઈને ભારે ઉત્તેજના છે, કારણ કે આ કેસના પરિણામો માત્ર કાયદાકીય રીતે જ નહીં પરંતુ દેશના રાજકારણ પર પણ દૂરોગામી અસર કરી શકે છે. હવે સૌની નજર 21 ફેબ્રુઆરી પર ટકેલી છે, જ્યારે અદાલત આ દસ્તાવેજો અને જવાબોની ઝીણવટભરી તપાસ કરશે.

સોનિયા ગાંધીની નાગરિકતા પર કાયદાકીય સંગ્રામ: રાઉઝ એવન્યુ કોર્ટમાં લેખિત જવાબ રજૂ
.............1980ની મતદાર યાદીમાં નામ અને 1983માં નાગરિકતાના દાવા વચ્ચે ફસાયો પેચ :  ખોટા દસ્તાવેજોના ગંભીર આરોપો વચ્ચે હવે 21 ફેબ્રુઆરીએ હાથ ધરાશે મહત્વની સુનાવણી

(6:28 PM IST)