<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

મધ્યપ્રદેશમાં વનતારા મોડલ જેવું વાઈલ્ડ લાઈફ સેન્ટર બનાવાશે :ઉજૈનમાં 500 હેક્ટર જમીન પર જંગલ સફારી વિકસાવવા નિર્દેશ

500 હેક્ટર જમીન પર 11 ભારતીય અને વિદેશી જંગલો બતાવવામાં આવશે. આ પ્રોજેક્ટ છ ફેઝમાં પૂરો થશે: મુખ્યમંત્રી મોહન યાદવે ઉજ્જૈન કેન્દ્ર માટેની સલાહકાર પેઢીને વંતારા મોડેલ પર "જંગલ ઝૂ સફારી" વિકસાવવા નિર્દેશ આપ્યો

મધ્યપ્રદેશ સરકાર રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વન્યજીવન પર્યટન પર ભાર મૂકી રહી છે. જેમાં ઉજ્જૈન અને જબલપુરમાં  વન્યજીવ શું બચાવ કેન્દ્ર બનાવામાં આવી રહ્યા છે જેના માટે  નવા કંસેલટેટસની નિયુક્તિ થઇ છે. સતાવર નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં, મુખ્યમંત્રી મોહન યાદવે ઉજ્જૈન કેન્દ્ર માટેની સલાહકાર પેઢીને વંતારા મોડેલ પર "જંગલ ઝૂ સફારી" વિકસાવવા નિર્દેશ આપ્યો છે. વનતારા એક વન્યજીવન કેન્દ્ર છે જે એક જ જગ્યાએ વિશ્વભરના જંગલો સાથે ભારતીય પ્રાણી સંગ્રહાલય અને બચાવ સુવિધા આપે છે. 

આ અંગે મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે, ઉજ્જૈનમાં આશરે 500 હેક્ટર જમીન પર સફારી વિકસાવવામાં આવશે. જેમાં ઉજ્જૈનમાં હાલના 50-હેક્ટર ઇકો-ટુરિઝમ પાર્કનો સમાવેશ થશે. તેનો ધ્યેય એક યુનિક જગ્યા બનાવવાનો છે જે વિવિધ જંગલો અને વન્યજીવનનું પ્રદર્શન કરશે. તેમને જણાવ્યું હતું કે ફર્સ્ટ ફેઝમાં  બાંધકામ 2026 માં શરૂ થશે અને શક્ય તેટલી વહેલી તકે પૂરું કરવામાં આવશે. તેમાં સ્થાનિક અને વિદેશી બંને પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવશે, જેનાથી પ્રવાસીઓ દિવસ અને રાત બંને સમયે તેમને જોઈ શકશે. જે ઉજ્જૈનને એક મુખ્ય સફારી સ્થળ બનાવશે. આ પ્રોજેક્ટને બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી અને મહત્વનું બાંધકામ અને ડિઝાઇન વિચારણાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 

 આ અંગે સલાહકારોએ તેમના પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે, 500 હેક્ટર જમીન પર 11 ભારતીય અને વિદેશી જંગલો બતાવવામાં આવશે. આ પ્રોજેક્ટ છ ફેઝમાં પૂરો થશે, જેનો ફર્સ્ટ ફેઝ 2027 ના અંત સુધીમાં પૂરો થશે. ખુલ્લી જગ્યાઓમાં અદ્રશ્ય બેરીયરનો ઉપયોગ કરવામાં આવશે જેનાથી મુલાકાતીઓ પૈદલ, ઘોડાગાડી, સફારી વાહન કે સર્વિસ વાહનો દ્વારા ફરી શકશે. અહીંયા 300 થી વધુ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવશે, જેમાં 75% સ્થાનિક અને 25% વિદેશી હશે. ત્યાં એક ખાસ બચાવ કેન્દ્ર પણ હશે. આ વિશ્વનો પહેલો "રીયલ જંગલ ઝૂ સફારી" હશે.

(8:35 PM IST)