લગ્નના ૨૦ દિ' પહેલા આરતીનો આપઘાત 2:40 PM
મનોરંજન જગતમાં શોક: 'મેરી કોમ' ના કોચ અને દિગ્ગજ અભિનેતા સુનીલ થાપાનું 68 વર્ષની વયે નિધન
'ધ ફેમિલી મેન 3' ના અભિનેતાએ કાઠમંડુમાં લીધા અંતિમ શ્વાસ; 300 થી વધુ ફિલ્મોમાં યાદગાર અભિનયથી ચાહકોના દિલ જીત્યા હતા

કાઠમંડુ : નેપાળી અને ભારતીય સિનેમા જગત માટે આજે એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા સુનીલ થાપાનું આજે ૬૮ વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. કાઠમંડુની નોર્વિક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સુનીલ થાપાના નિધનના સમાચાર ફેલાતા જ બોલિવૂડ અને નેપાળી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
સુનીલ થાપા માત્ર એક અભિનેતા જ નહીં, પરંતુ અભિનયની એક પાઠશાળા સમાન હતા. તેમણે ૧૯૮૧માં કલ્ટ ક્લાસિક ફિલ્મ 'એક દુજે કે લિયે' થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. જોકે, તેમને ખરી ઓળખ પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મ 'મેરી કોમ' માં શિસ્તબદ્ધ કોચની ભૂમિકાથી મળી હતી, જેના માટે તેમને ફિલ્મફેર એવોર્ડનું નોમિનેશન પણ મળ્યું હતું. તાજેતરમાં જ તેઓ મનોજ વાજપેયીની સુપરહિટ વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન ૩' માં જોવા મળ્યા હતા, જ્યાં તેમના અભિનયની ભારે પ્રશંસા થઈ હતી.
નેપાળી સિનેમામાં તેઓ 'રેતે કૈલા' તરીકે ઘર-ઘરમાં જાણીતા હતા. પોતાની ચાર દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં હિન્દી, નેપાળી અને ભોજપુરી ભાષાની ફિલ્મોનો સમાવેશ થાય છે. પ્રિયંકા ચોપરાએ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરતા તેમને 'પોતાના કોચ અને માર્ગદર્શક' ગણાવ્યા છે. મનોરંજન જગતે એક એવો કલાકાર ગુમાવ્યો છે જેણે પોતાની દરેક ભૂમિકામાં જીવ રેડી દીધો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
