હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
RCBની બ્રાન્ડ વેલ્યુમાં 'વિરાટ' ઉછાળો: ₹15,850 કરોડના મૂલ્યાંકન સાથે વેચાવા તૈયાર છે ટીમ, લલિત મોદીનો સનસનાટીભર્યો દાવો
IPL 2026 પહેલા બદલાઈ શકે છે ટીમનો માલિક; માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક પણ રેસમાં હોવાની ચર્ચા, જાણો કેમ આટલી મોંઘી થઈ ટીમ

બેંગલુરુ: ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઇઝી પૈકીની એક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના વેલ્યુએશનને લઈને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. IPL ના પૂર્વ ચેરમેન લલિત મોદીએ દાવો કર્યો છે કે IPL 2026 પહેલા RCB નું મૂલ્ય આશરે $1.5 બિલિયન (અંદાજે ₹15,850 કરોડ) સુધી પહોંચી ગયું છે. ટીમે તાજેતરમાં જ IPL 2025 નો ખિતાબ જીતીને કરોડો ચાહકોનું દિલ જીત્યું છે, જેની સીધી અસર તેની બ્રાન્ડ વેલ્યુ પર પડી છે.
અહેવાલ મુજબ, આ ટીમ હવે વેચાણ માટે તૈયાર છે અને વિશ્વભરની અનેક દિગ્ગજ કંપનીઓએ તેમાં રસ દાખવી છે. સૌથી મોટું નામ ઇંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના સહ-માલિક અવરામ ગ્લેઝરનું છે. લલિત મોદીએ જણાવ્યું કે ભવિષ્યમાં જ્યારે IPL ની મેચોની સંખ્યા 74 થી વધીને 94 થશે, ત્યારે આ ટીમોની કિંમતમાં હજુ પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે. વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીની હાજરીને કારણે ભલે આ ટીમે વર્ષો સુધી ટ્રોફી નહોતી જીતી, પરંતુ તેની બ્રાન્ડ વેલ્યુ હંમેશા ટોપ પર રહી છે.
નોંધનીય છે કે રજત પાટીદારના નેતૃત્વમાં RCB એ ફાઇનલમાં પંજાબ કિંગ્સને હરાવીને ૨૦૨૫ નું ટાઇટલ જીત્યું હતું. ટીમના આ શાનદાર પ્રદર્શન બાદ હવે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ તેમાં કરોડોનું રોકાણ કરવા તત્પર છે. જો આ સોદો પાર પડશે, તો તે IPL ના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો બિઝનેસ સોદો સાબિત થઈ શકે છે.
RCB ની બ્રાન્ડ વેલ્યુ વધવાના મુખ્ય કારણો:
· તાજેતરની જીત: IPL 2025 માં ચેમ્પિયન બનવાથી માર્કેટમાં ક્રેડિબિલિટી વધી.
· વિરાટ કોહલી ફેક્ટર: ટીમના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોહલીની વૈશ્વિક લોકપ્રિયતા.
· મીડિયા રાઈટ્સ: ભવિષ્યમાં મેચોની સંખ્યા વધવાથી આવકમાં થનારો સંભવિત વધારો.
· ગ્લોબલ ઈન્ટરેસ્ટ: માન્ચેસ્ટર યુનાઇટેડ જેવા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ માલિકોનો રસ.
IPL 2025 ની ચેમ્પિયન ટીમ:
· કેપ્ટન: રજત પાટીદાર.
· મુખ્ય ખેલાડીઓ: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, લિયામ લિવિંગસ્ટોન, ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
