હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સતર્કતા જાગૃતિ માટે વોકાથોન 10:53 AM

કરાચી: ગયા વર્ષે 10 મે, 2025 ના રોજ ભારતીય વાયુસેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનના લશ્કરી અહંકારને જે રીતે તોડી પાડ્યો હતો, તેના પુરાવા હવે સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનનું અત્યંત વ્યૂહાત્મક ગણાતું ભોલારી એરબેઝ, જે ભારતીય મિસાઇલોના ચોક્કસ હુમલામાં કાટમાળમાં ફેરવાઈ ગયું હતું, ત્યાં અત્યારે યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે. તાજેતરની છબીઓ દર્શાવે છે કે જે હેંગરની છત ભારતે ઉડાવી દીધી હતી, ત્યાંથી હવે કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. રક્ષા નિષ્ણાતોના મતે, આ એ જ હેંગર છે જેમાં પાકિસ્તાનનું કિંમતી ‘સાહબ 2000 એરી’ જાસૂસી વિમાન રાખવામાં આવ્યું હતું, જે ભારતીય હુમલામાં રાખ થઈ ગયું હોવાનું મનાય છે.
પાકિસ્તાન ભલે દુનિયા સામે નુકસાન ન થયું હોવાનો દાવો કરે, પરંતુ આ સેટેલાઇટ તસવીરો તેના જુઠ્ઠાણાને ખુલ્લા પાડે છે. માત્ર ભોલારી જ નહીં, પણ મુરીદ એરબેઝ, સુક્કુરનું ડ્રોન હેંગર અને નૂર ખાન એરબેઝનું કમાન્ડ સેન્ટર પણ ભારતીય વાયુસેનાના ‘સર્જિકલ પ્રિસિઝન’ હુમલાઓનો શિકાર બન્યા હતા. મુરીદમાં તો પાકિસ્તાને નુકસાન છુપાવવા લાલ તાડપત્રીનો સહારો લીધો હતો, પરંતુ ભોલારીમાં હેંગરની ઉઘાડી છત અને ફરીથી થઈ રહેલું નિર્માણ કાર્ય સાબિત કરે છે કે ભારતની ‘એર પાવર’ સામે પાકિસ્તાની રડાર અને સર્વેલન્સ સિસ્ટમ્સ સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થઈ હતી.
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે કઈ મિસાઇલોનો ઉપયોગ કર્યો તે સત્તાવાર રીતે જાહેર નથી કરાયું, પરંતુ જે રીતે કોંક્રિટના મજબૂત હેંગરોને ચીરીને અંદર તબાહી મચાવવામાં આવી છે, તે વાયુસેનાની આધુનિક ‘હવાથી સપાટી’ પર પ્રહાર કરવાની ક્ષમતા દર્શાવે છે. આ હુમલાઓએ પાકિસ્તાનને એટલું મોટું આર્થિક અને લશ્કરી નુકસાન પહોંચાડ્યું છે કે તેને પાટા પર આવતા વર્ષો લાગી શકે છે. અત્યારે ચાલી રહેલા સમારકામના પ્રયાસો માત્ર ઇમારતો બાંધવા પૂરતા નથી, પરંતુ તે પાકિસ્તાની સેનાની તૂટી ગયેલી આબરૂને થીગડા મારવાની નિષ્ફળ કોશિશ માત્ર છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સતર્કતા જાગૃતિ માટે વોકાથોન 10:53 AM