<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

રાજકોટીયન્સ ની આતુરતાનો અંત : રાજકોટ શહેર ભાજપનું નવું માળખું જાહેર : શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. માધવ દવે રિપીટ : યુવા અને અનુભવી ચહેરાઓનો સમન્વય : નવા માળખામાં કુલ ૮ ઉપપ્રમુખો, ૩ મહામંત્રીઓ અને ૮ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી : જુઓ સંપૂર્ણ સૂચિ

શહેરના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથે પરામર્શ બાદ ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિત સાતેય મોરચાના સક્ષમ આગેવાનોની વરણી કરી શહેરનું શક્તિશાળી માળખું જાહેર કરાયું

રાજકોટ : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે દ્વારા રાજકોટ મહાનગરના સંગઠનાત્મક માળખાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં શહેરના વિવિધ વોર્ડના સક્રિય કાર્યકરોને સ્થાન આપીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


મુખ્ય સંગઠન માળખાના હોદ્દેદારો:

નવા માળખામાં કુલ ૮ ઉપપ્રમુખો, ૩ મહામંત્રીઓ અને ૮ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે:
 * ઉપપ્રમુખ: મેહુલભાઈ ડી. નથવાણી (વોર્ડ ૧૦), મહેશભાઈ એલ. પીપરીયા (વોર્ડ ૧૧), ભાર્ગવભાઈ વી. મિયાત્રા (વોર્ડ ૧૬), દીપાબેન વી. કાચા (વોર્ડ ૨), કેતનભાઈ જી. વાછાણી (વોર્ડ ૧૩), કૌશિકભાઈ આર. ચાવડા (વોર્ડ ૭), સોમાભાઈ આર. ભાલીયા (વોર્ડ ૧૫), અને મેઘાબેન કે. વૈષ્ણવ (વોર્ડ ૮).

 * મહામંત્રી: વલ્લભભાઈ પી. દુધાગ્રા (વોર્ડ ૫), લલિતભાઈ જે. વાડોલીયા (વોર્ડ ૧), અને યોગેન્દ્રસિંહ જી. જાડેજા (વોર્ડ ૧૨).

 * મંત્રી: કિશનભાઈ જે. ટીલવા (વોર્ડ ૮), ગેલાભાઈ બી. રબારી (વોર્ડ ૬), સુનિલભાઈ કે. ગોહેલ-SC (વોર્ડ ૧૧), ધર્મિષ્ઠાબેન વાઘેલા (વોર્ડ ૧૪), કિન્નરીબેન કે. ચૌહાણ (વોર્ડ ૬), ચાંદનીબેન ડી. ગોંડલીયા (વોર્ડ ૧૬), નિશાબેન એન. રાણપરા (વોર્ડ ૭), અને અરુણાબેન એચ. પરમાર-SC (વોર્ડ ૯).

 * કોષાધ્યક્ષ: મયુરભાઈ બી. શાહ (વોર્ડ ૭).

 * કાર્યાલય મંત્રી: હિતેશભાઈ એસ. ઢોલરીયા (વોર્ડ ૧૮).

વિશેષ વિભાગો:
સોશીયલ મીડિયા વિભાગમાં શ્યામ પી. ડાભી, આઈ.ટી. વિભાગમાં નીખીલેશ જે. રાઠોડ અને મીડિયા વિભાગમાં હાર્દિક એસ. બોરડની નિમણૂક કરવામાં આવી છે.

વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની યાદી
રાજકોટ ભાજપ દ્વારા સાત મુખ્ય મોરચાના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી છે:

૧. યુવા મોરચો:
 * પ્રમુખ: મિલન લીંબાસીયા
 * મહામંત્રી: જયકિશન વી. ઝાલા, હિમાંશુભાઈ જે. રાજ્યગુરુ

૨. મહિલા મોરચો:
 * પ્રમુખ: લીનાબેન આર. રાવલ
 * મહામંત્રી: કિરણબેન વી. હરસોડા, માધવીબેન એ. જોગીયા

૩. કિસાન મોરચો:
 * પ્રમુખ: યોગેશભાઈ જી. ભુવા
 * મહામંત્રી: રાજેશભાઈ આર. ડાંગરીયા, અનીલસિંહ એન. પરમાર

૪. બક્ષીપંચ (ઓબીસી) મોરચો:
 * પ્રમુખ: બાબુભાઈ એમ. માટીયા
 * મહામંત્રી: મહેશભાઈ એમ. મિયાત્રા, રાજેશભાઈ એલ. સવનીયા

૫. અનુસૂચિત જાતિ (SC) મોરચો:
 * પ્રમુખ: દિનેશભાઈ એમ. ગોહેલ
 * મહામંત્રી: સંજયભાઈ એલ. બગડા, અભિષેક ગોરી
૬. અનુસૂચિત જન જાતિ (ST) મોરચો:

 * પ્રમુખ: મનોજભાઈ દુબલ
 * મહામંત્રી: વિજયભાઈ એચ. રાઠોડ, જીતેન્દ્રભાઈ વાઘેલા

૭. લઘુમતી મોરચો:
 * પ્રમુખ: ઈબ્રાહીમભાઈ એફ. સોની
 * મહામંત્રી: ફિરોજભાઈ ડેલા, અમનભાઈ એચ. સમા

આ વરણીની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, અને પ્રદેશ મહામંત્રી અનીરૂધ્ધભાઈ દવે સહિતના મહાનુભાવોને રવાના કરવામાં આવી છે. ડૉ. માધવ દવેના જણાવ્યા અનુસાર, આ નવી ટીમ આગામી સમયમાં સંગઠનના કાર્યોને વેગ આપશે.

(10:18 PM IST)