News of Monday, 9th February 2026
શાહી પરિવારમાં નવો વિવાદ: સારાહ ફર્ગ્યુસન અને જેફ્રી એપ્સ્ટાઈનના છૂપા સંબંધોનો પર્દાફાશ
જેફ્રી એપ્સ્ટાઈનના પ્રેમમાં પાગલ હતી સારાહ: લગ્ન માટે કરી હતી આજીજી: એન્ડ્રુ લોનીનો દાવો

બ્રિટિશ શાહી પરિવારના ભૂતપૂર્વ સભ્ય અને ડચેસ ઓફ યોર્ક "સારાહ ફર્ગ્યુસન" ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યા છે. પ્રખ્યાત લેખક એન્ડ્રુ લોનીએ દાવો કર્યો છે કે સારાહ ફર્ગ્યુસન કુખ્યાત જેફ્રી એપ્સ્ટાઈનના પ્રેમમાં પાગલ હતી અને તેમની વચ્ચે શારીરિક સંબંધો પણ હતા. મિરર અખબારના એક્સક્લુઝિવ અહેવાલ મુજબ, અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ફાઈલોમાંથી આ ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
લેખક લોનીના જણાવ્યા અનુસાર, એપ્સ્ટાઈન અને સારાહ વચ્ચેનો આ સંબંધ માત્ર મિત્રતા પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ તે એક જટિલ પ્રેમ ત્રિકોણનો ભાગ હતો જેમાં પ્રિન્સ એન્ડ્રુ અને ગિલેન મેક્સવેલ પણ સામેલ હતા.
અમેરિકી ન્યાય વિભાગના ગુપ્ત દસ્તાવેજોમાં ચોંકાવનારો ખુલાસો, પંદર વર્ષ સુધી એપ્સ્ટાઈને સારાહને આર્થિક મદદ કરી
તપાસમાં બહાર આવેલા ઈમેઈલ અને ટેક્સ્ટ મેસેજ દર્શાવે છે કે સારાહ ફર્ગ્યુસને વર્ષ ૨૦૦૯માં એપ્સ્ટાઈનને લખ્યું હતું કે, "તમે એક મહાન વ્યક્તિ છો. મારી પાસે તમારી ઉદારતા અને દયાળુ સ્વભાવ માટે શબ્દો નથી. હું તમારી સેવામાં હાજર છું, બસ મારી સાથે લગ્ન કરી લો." આ ઉપરાંત અન્ય એક મેસેજમાં તેણે એપ્સ્ટાઈન સાથે વિતાવેલી રાતનો પણ ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે.
અહેવાલો મુજબ, એપ્સ્ટાઈન લગભગ ૧૫ વર્ષ સુધી સારાહને આર્થિક રીતે મદદ કરી રહ્યો હતો. ગિલેન મેક્સવેલે પણ જુલાઈ ૨૦૨૫માં એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે સારાહ ફર્ગ્યુસન જેફ્રીની ઘણી નજીક જવાનો પ્રયત્ન કરતી હતી, જેના કારણે ગિલેન અને સારાહ વચ્ચે ઈર્ષ્યાનો સંબંધ હતો.
એપ્સ્ટાઈન સારાહનો ઉપયોગ પ્રિન્સ એન્ડ્રુ સુધી પહોંચવા માટે કરતો હતો, જે વાત સારાહને ખૂબ જ દુઃખ પહોંચાડતી હતી.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
