News of Monday, 9th February 2026
સંસદમાં બજેટ પર 'મહાભારત': એપસ્ટીન ફાઈલ અને ટ્રેડ ડીલના મુદ્દે વિપક્ષના પ્રહાર, કાર્યવાહી હંગામેદાર રહેવાના એંધાણ

નવી દિલ્હી: લોકસભામાં આજે ફરી એકવાર બજેટ પર ચર્ચા શરૂ થઈ રહી છે, પરંતુ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેના ગજગ્રાહને જોતા કાર્યવાહી તોફાની બનવાની પૂરી શક્યતા છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેમને ગૃહમાં બોલતા અટકાવવામાં આવી રહ્યા છે.
વિપક્ષ દ્વારા તાજેતરમાં અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહેલી 'એપસ્ટીન ફાઈલ' ના ટાઈમિંગને લઈને સરકારને ઘેરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે અદાણીના કેસ અને એપસ્ટીન ફાઈલના દબાણ હેઠળ સરકારે ઉતાવળમાં અમેરિકા સાથે સમજૂતી કરી છે.
બીજી તરફ, સંસદમાં શિસ્ત ભંગના નામે ૮ વિપક્ષી સાંસદોના સસ્પેન્શન બાદ મામલો વધુ બિચક્યો છે. વિપક્ષી નેતાઓએ આજે સવારે એક મોટી બેઠક બોલાવી છે, જેમાં સરકારને ઘેરવાની રણનીતિ નક્કી કરવામાં આવશે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
