News of Monday, 9th February 2026
ક્રિકેટ ડિપ્લોમસી: પીસીબી ચીફ મોહસિન નકવી અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ વચ્ચે લાહોરમાં મહત્વની બેઠક

લાહોર: ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચને લઈને સર્જાયેલી મડાગાંઠ ઉકેલવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ કમર કસી છે. પીસીબી ચેરમેન મોહસિન નકવીએ ગદ્દાફી સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) ના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ સાથે મહત્વની મુલાકાત કરી હતી.
આ બેઠકમાં ખાસ કરીને પાકિસ્તાન દ્વારા ભારત સામેની મેચના બહિષ્કારની ધમકી અને આઇસીસી ના સ્ટેન્ડ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બાંગ્લાદેશે પાકિસ્તાનના વલણને સમર્થન આપ્યું છે. આ બેઠકમાં આઇસીસી ના ડેપ્યુટી ચેરમેન ઇમરાન ખ્વાજા પણ હાજર રહ્યા હતા. ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત-પાક મેચ રમાશે કે કેમ, તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે, પરંતુ આ બેઠકને ઉકેલ લાવવા માટેના 'બેક-ચેનલ' પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
