<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ભારત-ફ્રાન્સ સંરક્ષણ સોદો: 'ઓપરેશન સિંદૂર'માં જેનો દબદબો રહ્યો તે SCALP મિસાઈલો માટે ₹૨૭૦૦ કરોડની ડીલ શક્ય

નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. ભારતીય વાયુસેના માટે ફ્રાન્સ પાસેથી અબજો રૂપિયાની SCALP (Storm Shadow) ક્રૂઝ મિસાઈલો ખરીદવાનો સોદો અંતિમ તબક્કામાં હોવાના અહેવાલ છે. આ ડીલ અંદાજે ૩૦૦ મિલિયન યુરો (આશરે ૨૭૦૦ કરોડ રૂપિયા) ની હોઈ શકે છે.

 

ગયા વર્ષે (૨૦૨૫માં) પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર કરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન રાફેલ ફાઈટર જેટે આ જ SCALP મિસાઈલોનો ઉપયોગ કરીને ચોકસાઈપૂર્વક હુમલા કર્યા હતા. વાયુસેના હવે આ મિસાઈલોનો મોટો જથ્થો પોતાની પાસે રાખવા માંગે છે. આ મિસાઈલો રાફેલ અને આગામી રાફેલ મરીન ફાઈટર જેટ્સમાં ઈન્ટીગ્રેટ કરવામાં આવશે, જે ભારતની લાંબા અંતરની મારક ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.

(9:40 AM IST)