<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

લગ્નમાં શું ખાવું અને શું નહીં એ નક્કી કરવા માટે AI ટૂલ આવી ગયું છે

BuffetGPT નામનું એક AI ટૂલ બનાવ્‍યું છે. એ આખા બુફે મેનુને સ્‍કેન કરીને તમારા માટે પર્સનલ ખાવાની આઇટમોનો પ્‍લાન તૈયાર કરે છે

લંડન,તા.૦૯: આજકાલ લગ્નોના બુફેમાં જાતજાતનાં ક્‍વિઝીન અને વાનગીઓની ભરમાર જોઈને મહેમાનો કન્‍ફયુઝ થઈ જાય છે કે શું ખાવું અને શું નહીં. ઘણી વાર અમુક ચીજો થાળીમાં લઈ લીધા પછી વિચાર આવે છે કે કાશ પેલું ટ્રાય કર્યું હોત તો સારું થાત. આ સમસ્‍યાનું સમાધાન કરવા માટે બેન્‍ગલોરના પંકજ નામના એક ટેક-એક્‍સપર્ટે દાવો કર્યો છે કે તેણે એક ખ્‍ત્‍ ટૂલ બનાવ્‍યું છે જે ભારતીય લગ્નોમાં બુફેમાં લોકોની ખાવાની મૂંઝવણને દૂર કરશે. આ સોફટવેઅર પ્રોફેશનલ છે. તેનું કહેવું છે કે બિગ બુફે મેનુ એક છળ છે કેમ કે એમાં જાતજાતની વાનગીઓ જોઈને લોકો એ ઉઠાવી તો લે છે, પણ બધું જ ચાખ્‍યાનો સંતોષ નથી મળતો. આ સમસ્‍યાના સમાધાન માટે BuffetGPT નામનું એક AI ટૂલ બનાવ્‍યું છે. એ આખા બુફે મેનુને સ્‍કેન કરીને તમારા માટે પર્સનલ ખાવાની આઇટમોનો પ્‍લાન તૈયાર કરે છે. શું પહેલા ખાવું અને શું પછી અને કઈ રીતે બેસ્‍ટ ઑપ્‍શન પસંદ કરવો એ પણ આ ટૂલ જ નક્કી કરી આપશે. પંકજના આ નવા આઇડિયાને સોશ્‍યલ મીડિયા પર લોકો બહુ પસંદ કરી રહ્યા છે. આ ટૂલ મજેદાર તો છે જ અને ક્રીએટિવ પણ. જોકે તેને એક મહત્ત્વનું સૂચન મળ્‍યું છે કે એ ટૂલમાં જે-તે કેટરરના રિવ્‍યુ જોવાનું ફીચર પણ હોવું જોઈએ. વાનગી ઉપરાંત કેટરરનો રિવ્‍યુ પણ ધ્‍યાનમાં લેવાય તો વધુ સારું રિઝલ્‍ટ મળી શકે છે.

(9:47 AM IST)