News of Monday, 9th February 2026
વર્લ્ડ કપ શરૂ થતાં જ બુકીઓ સજજઃ સટ્ટો શરૂઃ અબજો રૂપિયાની હાર-જીત થવા સંભવ
મોબાઇલ ફોન ઉપર ‘‘ઓન લાઇન સટ્ટો'' પુરબહારમાં : નવા કાયદા પછી ૧૫૦૦ સાઈટ્સ બંધ કરાવી તો નવા, ભળતા નામે વિદેશથી ક્રિકેટ-સટ્ટાના સંચાલનનું કારસ્તાન

નવી દિલ્હી તા.૯: ભારતમાં ક્રિકેટ અને અન્ય સટ્ટા ઉપર પ્રતિબંધ છે છતાં ટી-૨૦ વર્લ્ડ કપ શરૂ થતાં જ અબજોની હારજીત શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન ક્રિકેટ સટ્ટો મોબાઈલ ફોન ઉપર રમાતો થયો હોવાથી નિરંકુશ બની ચૂક્યો છે. ભારતમાંથી ક્રિકેટ અને અન્ય સહા પાછળ અબજો રૂપિયા વિદેશ સરકાવી જવાતાં હોવાથી ભારત સરકારે વિતેલા ત્રણ વર્ષમાં ૧૫૦૦ સાઈટ્સ બંધ કરાવી છે તો નવા ભળતા નામે વિદેશથી ક્રિકેટ સટ્ટાનું કારસ્તાન શરૂ થઈ ચૂક્યું છે. વર્ષ ૨૦૨૫માં ઓનલાઈન ગેમિગ એક્ટ અમલી બન્યો તે પછી પણ ગ્રે એરિયા તરીકે ઓળખાય છે તેવા ઈન્ટરનેટ એટલે કે ડિજિટલ બનેલાં ક્રિકેટ સટ્ટાથી અબજો રૂપિયા ટી-૨૦ દરમિયાન ભારત બહાર જતાં રહેશે.
ભારતમાં ગોવા અને સિક્કીમ જેવા રાજ્યોને બાદ કરતાં સહાકીય પ્રવૃત્તિ આચરતી ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ પ્રતિબંધીત છે. આમ છતાં, વિદેશી વેબસાઈટસથી ઓનલાઈન સહાબાજી નિરંકુશ બની છે. ભારતમાં ભૌતિક ક્રિકેટ સટ્ટાબાજી ગેરકાયદેસર છે પણ બુકીઓ ઈન્ટરનેટથી ડિજિટલ સટ્ટો બેરોકટોક રમાડી રહ્યાં છે. ભારત અને શ્રીલંકાના યજમાનપદ હેઠળ ટી-૨૦ વર્લ્ડ કપ શરૂ થયો છે તે સાથે જ પ્રતિબંધિત એવો ક્રિકેટ સટ્ટો ફરી શરૂ થઈ ગયો છે. સાયપ્રસ, માલ્ટા, કુરાકાઓ જેવા ટેક્સ-હેવન દેશોમાં સહાબાજીના સર્વર રાખીને ત્યાંથી સંચાલિત વેબસાઈટ થકી ભારતમાં અઢળક એપ્લિકેશન કાર્યરત કરીને ક્રિકેટ સટ્ટો બૂક કરવામાં આવે છે. ભારત સરકાર સદાબાજીની એપ્લિકેશન ઉપર અંકુશ મુકે એટલે તરત જ બુકીઓ વૈકલ્પિક ડોમેન એક્ટિવ કરી અથવા તો વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક એટલે કે વી.પી.એન. નો ઉપયોગ કરીને ગેરકાયદે સદાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે. આમ, બીજા દેશમાંથી સંચાલિત કરવામાં આવે છે. વેબસાઈટના એક્સેસ અને પાસવર્ડ ભારતમાં બુકીઓને વેચાણથી આપીને અબજો રૂપિયાની હેરાફેરી, કમાણી
ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના ૩૦ દિવસ દરમિયાન પંચાવન મેચથી ફરી એક વખત ક્રિકેટ સટ્ટામાં આવેલા ઉછાળાથી અબજો ભારતીય રૂપિયા વિદેશ પહોંચી જશે.
માત્ર ૨૦-૨૦ ઓવરની મેચમાં હાર-જીત ઉપરાંત પ્રતિ ઓવર કેટલા રન થશે કે કેટલી વિકેટ પડશે અથવા તો કેટલા કેટલા રન બનાવશે તેના ઉપર પણ સટ્ટો ચોગ્ગા-છગ્ગા લગાવાશે, કયો ખેલાડી રમાવા લાગ્યો છે.
વિદેશથી સંચાલન કરતો એક માસ્ટર બુકી તેના હાથ નીચે ભારતમાં કાર્યરત પૈટા બુકીઓ મારફતે સટ્ટો બુક કરતાં પહેલાં જ ડિજિટલ પૈસા વસુલતો થયો છે.
અમુક કિસ્સામાં તો રોકડ પૈસા વસુલ્યા પછી ઓનલાઈન સટ્ટા માટે આઈ.ડી. અને પાસવર્ડ આપવામાં આવે છે. ફેન્સી સટ્ટા ઉપરાંત જે ટીમ જીતશે તેના ઉપર બુકીંગ કરવાની લગાવ્યા અને કઈ ટીમ હારશે તેના ઉપર ખાધા તરીકે સટ્ટાનું બુકીંગ થઈ રહ્યું છે

(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
