News of Monday, 9th February 2026
જીગરજાન મિત્રના લગ્નમાં યુવકે ચણિયાચોળી પહેરી મચાવી ધમાલઃ ડાન્સ જોઈ મહેમાનો હસી-હસીને લોથપોથ
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલઃ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી

નવી દિલ્હી તા.૯: લગ્નનો પ્રસંગ હોય અને મિત્રોની મસ્તી ન હોય એવું તો બને જ નહીં. સોશિયલ મીડિયા પર દરરોજ લગ્નના સેંકડો વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ હાલમાં જે વીડિયો સામે આવ્યો છે તેણે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. એક યુવકે તેના ખાસ મિત્રના લગ્નમાં કંઈક એવું કર્યું કે, જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. આ યુવકે માત્ર ડાન્સ જ નથી કર્યો, પરંતુ ષીઓના વષો એટલે કે લહેંગો પહેરીને સ્ટેજ પર એવી એન્ટ્રી મારી હતી કે, જોનારા બધા જ હસી-હસીને લોટપોટ થઈ ગયા હતા.
લગ્નની સીઝન ચાલી રહી છે, એવામાં સોશિયલ મીડિયા પર લગ્નને લગતા વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ક્યાંક લગ્નના દિવસ સુધી દુલ્હનની માંગણીઓ જ પૂરી થતી નથી, તો ક્યાંક વરરાજા પોતાની હરકતોને કારણે ટ્રોલ થઈ રહ્યો છે. આ દરમિયાન લગ્નનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક મિત્રના ફંક્શનમાં લહેંગો પહેરીને એકદમ ફની એન્ટ્રી કરે છે, અને આખા ફંક્શનમાં એકલો જ રંગ જમાવી દે છે. તમે પણ જો આ વીડિયો જોશો, તો હસી-હસીને લોટપોટ થઈ જશો.
ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાય છે કે, એક યુવક લહેંગા પર ચૂંદડી ઓઢીને સ્ટેજ પર ચઢી જાય છે અને વરરાજાના ખોળામાં બેસી જાય છે. આ જોઈને નવદંપતી ખડખડાટ હસવા લાગે છે અને, ત્યાં હાજર મહેમાનો નવાઈ પામીને આ બધું જોતા રહે છે. ત્યારબાદ આ યુવક પોતાનો લહેંગો સંભાળતા ડાન્સ કરવા માટે સ્ટેજ પર ચઢી જાય છે, જ્યાં પહેલાથી જ મહેમાનો ડાન્સ કરી રહ્યા હોય છે. આ દરમિયાન આ ભાઈએ એવો જલવો વિખેર્યો કે, લોકો પોતાનો ડાન્સ છોડીને તેને જ જોવા લાગ્યા હતા. ધુરંધર ફિલ્મના ટાઇટલ ટ્રેક શરારત પર આ યુવકે એવો ધમાલ મચાવ્યો કે, જોનારાઓનું રિએક્શન એકદમ પરફેક્ટ હતું. ત્યારબાદ બાકીના ડાન્સ કરી રહેલા લોકો પોતાનો ડાન્સ રોકી દે છે અને આ યુવકનો ડાન્સ જોવા લાગે છે. આ યુવક લહેંગામાં આખું સ્ટેજ કવર કરી લે છે, બાકીના લોકો પણ આ યુવકને સાથ આપે છે. એક મિત્રએ લગ્નનું આખું વાતાવરણ બદલી નાખ્યું અને મિત્રના લગ્નને હંમેશા માટે યાદગાર બનાવી દીધા હતા.
હવે આ સુંદર અને મસ્તીભર્યો લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ચાલો વીડિયો જોઈએ. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @ayush_sitlani_ નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે અને, લોકોને તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, કેટલો મસ્ત મિત્ર છે, લગ્નના ફંક્શનમાં ચાર ચાંદ લગાવી દીધા. બીજા એક યુઝરે આ યુવકને વરરાજાનો પહેલો પ્રેમ ગણાવી દીધો હતો. ઘણા લોકો તો એમ પણ કહી રહ્યા છે કે, લગ્નની આ સીઝનનો આ અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ડાન્સ છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
