ટેક્સી અને પેસેન્જર વાહનોમાં હવે લોકેશન ટ્રેકિંગ ડિવાઈસ લગાવવું ફરજિયાત બનશે
મહિલાઓ, વૃદ્ધોની સુરક્ષા માટે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય : નવા પેસેન્જર વાહનોમાં vltd સિસ્ટમ વગર પાસિંગ પ્રક્રિયા નહીં થાય

નવી દિલ્હી તા.૯: મુસાફરોની સુરક્ષા, ખાસ કરીને મહિલાઓ અને એકલ-દોકલ પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MORTH) દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ૧ જાન્યુઆરી ૨૦૨૯થી તમામ નવી ટેક્સી અને ચાર પૈડાંના પેસેન્જર વાહનો (બસ, લક્ઝરી બસ વગેરે)માં વ્હિકલ લોકેશન ટ્રેકિગ ડિવાઈસ (VLTD) ઈન્સ્ટોલેશન વિના આરટીઓ પાર્સિગ કે રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં.
નિવૃત્ત આરટીઓ અધિકારીના જણાવ્યા મુજબ, આ નિયમ ૨૦૧૯થી અમલી હતો. પરંતુ તેનો અસરકારક અમલ ન થતા મંત્રાલયે હવે ફાઈનલ રિમાઇન્ડર જાહેર કર્યું છે. નવા વાહનો માટે ૧ જાન્યુઆરી ૨૦૨૬ અને જૂના વાહનો માટે ૧ એપિલ ૨૦૨૬ સુધીની મુદત નક્કી કરવામાં આવી છે. નિર્ધારિત સમય મર્યાદા બાદ જે વાહનોમાં આ ડિવાઈસ નહીં હોય, તેમનું ટિનેસ સર્ટિફિકેટ કે પાસિગ અટકાવી દેવામાં આવશે. સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી એજન્સીઓ વાહન ડીલરોના સંપર્કમાં રહીને આ ડિવાઈસ ઈન્સ્ટોલ કરશે. ઈન્સ્ટોલેશન બાદ એજન્સી દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવશે, તેને પરિવહન વિભાગના ‘વાહન પોર્ટલ' પર અપલોડ કરવાનું રહેશે. આ ડિજિટલ પ્રોસેસ પૂર્ણ થયા બાદ જ આરટીઓ દ્વારા વાહનનું રજિસ્ટ્રેશન માન્ય રાખવામાં આવશે. સુભાષબ્રિજ આરટીઓ કચેરીના સૂત્રોના અનુસાર, મુસાફરો સાથે થતી છેડતી, ઘૂંટફાટ કે અણબનાવના કિસ્સામાં આ GPS આધારિત ડિવાઈસ આશીર્વાદરૂપ સાબિત થશે. મુસાફરો કટોકટીના સમયે તેમનું ચોક્કસ લોકેશન સત્તાવાળાઓ કે સ્વજનોને મોકલી શકશે. જેનાથી ગુનાખોરી ડામવામાં મદદ મળશે.
મહત્ત્વની સમયમર્યાદા અને નિયમો
નવાં વાહનોઃ ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી VLTDવિના રજિસ્ટ્રેશન બંધ
જૂના વાહનોઃ ૧ એપ્રિલ ૨૦૨૬ સુધીમાં ડિવાઇસ લગાવવું ફરજિયાત
લાગું વાહનો તમામ ટેક્સી, પ્રાઇવેટ બસ, ટ્રાવેલ્સ અને લક્ઝરી કોચ
પ્રક્રિયાઃ અધિકૃત એજન્સીનું સર્ટિફિકેટ વાહન પોર્ટલ પર અપલોડ કરવું જરૂરી
ઉદ્દેશઃ મહિલા મુસાફરોની સુરક્ષા અને વાહનનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
