<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

રોયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલુરુની માલિકી માટે મેન્‍ચેસ્‍ટર યુનાઇટેડ ફુટબોલ ક્‍લબના માલિકની ૧૬,૩૦૦ કરોડ રૂપિયાની બોલી

માર્ચના અંત પહેલાં ડીલ ફાઇનલ થવાની શક્‍યતા છે

મેન્‍ચેસ્‍ટર તા.૯: ઇન્‍ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી સીઝન પહેલાં નવા માલિક શોધી રહેલા રોયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલુરુ માટે મોટા સમાચાર સામે આવ્‍યા છે. વર્તમાન માલિક ડિયાજિયો ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ટીમની માલિકીનો હિસ્‍સો ખરીદવા માટે બોલી લગાવનારી ૯ કંપનીઓમાંથી ૪ નામોને શોર્ટલિસ્‍ટ કરવામાં આવ્‍યાં છે. એમાં ફુટબોલ ક્‍લબ મેન્‍ચેસ્‍ટર યુનાઇટેડના સહમાલિક અવરામ ગ્‍લેઝરનું સૌથી મોટું નામ પણ સામેલ છે.

મળતા અહેવાલો અનુસાર અવરામ ગ્‍લેઝરે પોતાની ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ફર્મ લેન્‍સર કેપિટલ્‍સ દ્વારા માલિકીનો હિસ્‍સો ખરીદવા માટે ૧.૮ બિલ્‍યન ડોલર એટલે કે ૧૬,૩૦૦ કરોડ રૂપિયાની બોલી લગાડી છે. માર્ચના અંત પહેલાં ડીલ ફાઇનલ થવાની શક્‍યતા છે. મેન્‍ચેસ્‍ટર યુનાઇડેટ ક્‍લબ પાકિસ્‍તાન સુપર લીગમાં ઇસ્‍લામાબાદ યુનાઇટેડ ફ્રેન્‍ચાઇઝીની માલિક પણ છે. 

 

(10:11 AM IST)