News of Monday, 9th February 2026
એકસાથે ૨૦ મહિલાઓને ગર્ભવતી કરવાની Baby Ranch યોજનાનો ખુલાસો
એપસ્ટીન કેસમાં નવો વળાંક

ન્યુયોર્ક, તા.૯: અમેરિકાના ક્રિમિનલ જેફરી એપસ્ટીનની બદનામ ફાઈલો ઘણા સમયથી ચર્ચામાં છે. વર્ષ ૨૦૧૯માં જેલની અંદર આપઘાત કરનાર એપસ્ટીનને લઈને એક મોટો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના DNA મારફતે સુપર રેસ શરૂ કરવા માંગતા હતા.
રિપોર્ટ્સ મુજબ એપસ્ટીન ન્યુ મેક્સિકોના પોતાના મોટા ફાર્મ હાઉસ (Ranch)માં મહિલાઓને પ્રેગ્નેન્ટ કરવા માંગતો હતો. તે વધુમાં વધુસ્ત્રીઓને ગર્ભવતી કરવા માંગતો હતો જેથી કરીને મોટી સંખ્યામાં તેના બાળકો જન્મ લઈ શકે. તે એકસાથે ૨૦ મહિલાઓને
પ્રેગ્નેન્ટ કરવા માંગતો હતો જેથી તેના DNAથી માણસોની એક નવી સુપર રેસ શરૂ થઈ શકે. જેના માટે થઈને તેણે ઘણા વૈજ્ઞાનિકો પાસેથી સલાહ પણ લીધી હતી.
એપસ્ટીનનો આ વિચાર Transhumanismથી સંકલિત ગણાઈ રહી છે. આ એક એવો વિચાર છે જેમાં ટેકનોલોજી, જેનેટિક ચેન્જીસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી માણસોની તાકાત વધારવાની વાત છે. આલોચકોનું કહેવું છે કે આ વિચાર એક Eugenics જેવી છે જેમાં સિલેક્ટેડ લોકો મારફતે માણસની જાતને વધુ બહેતર બનાવવાની વાત છે. આ વિચારસરણીનો ઉપયોગ પાછળથી નાઝીઓએ કર્યો હતો.
એપસ્ટીન ન્યુ મેક્સિકોએ તેના Ranchને પ્રજનન કેન્દ્રમાં બદલવા માંગતો હતો. તે ઈચ્છતો હતો કે તેના સીમનથી તેના જ જેવા હાઇ આઇકયુ અને બહેતર જીન વાળા બાળકો જન્મ લઈ શકે. રિપોર્ટ્સ અનુસાર એપસ્ટીન વારંવાર એવો દાવો કરતો હતો કે તે તેના સીમનથી વધુમાં વધુ મહિલાઓને ગર્ભવતી કરવા માંગતો હતો.
૨૦૦૦ના શરૂઆતના વર્ષમાં એપસ્ટીનએ વૈજ્ઞાનિકો અને બિઝનેસ સાથે જોડાયેલા લોકોને કહ્યું કે તે સાંતા એફ કે પાસે તેના મોટા Ranch ને આ યોજનાનો ભાગ બનાવવા માંગે છે. તપાસના રિપોર્ટ મુજબ એપસ્ટીન મહિલાઓને Ranch પર લાવવા, તેમને ત્યાં રહેવા અને ગર્ભધારણની વાતમાં હંમેશા દિલચસ્પી રાખતા હતા. જો કે આ Baby Ranch યોજના વાસ્તવિકમાં અમલમાં આવી હતી કે નહીં તેના કોઈ મજબૂત પુરાવા હજુ સુધી સામે આવ્યા નથી
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
