News of Monday, 9th February 2026
રોકાણકારોમાં ભારે ઉત્સાહ: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદી ૨,૬૫,૦૦૦ની ઐતિહાસિક સપાટી નજીક

અમદાવાદ: વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આવેલી તેજીની અસર ભારતીય બજારમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સોમવારે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. ચાંદીના ભાવમાં ૫% થી વધુનો તોિંગી વધારો થતા તે પ્રતિ કિલો ૨,૬૫,૦૦૦ રૂપિયાની સપાટીની અત્યંત નજીક પહોંચી ગઈ છે. બીજી તરફ સોનાના ભાવમાં પણ પ્રતિ ૧૦ ગ્રામ ૩,૦૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
તેજીનું કારણ: બજારના નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ અને અમેરિકી ડોલરમાં નબળાઈને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં વધારો થયો છે. લગ્નની સિઝન પૂર્વે જ ભાવમાં થયેલા આ વધારાએ સામાન્ય જનતાના બજેટ પર અસર પાડી છે, જ્યારે રોકાણકારો માટે આ 'ગોલ્ડન' સમય સાબિત થઈ રહ્યો છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
