<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

જાપાનમાં વડાપ્રધાન સના તાકાઈચીના ગઠબંધનને મળી ઐતિહાસિક જીત જાપાનના આર્યન લેડીનો દબદબો વધ્‍યો

સના તાકાઈચી નો ભવ્‍ય વિજય બદલ વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્‍છા : કોણ છે સના તાકાઈચી...?? : જાપાનના સફળ અને પ્રભાવશાળી રાજકીય નેતાની સામેના પડકારો

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી :  જાપાનમાં ગઈકાલે  કન્‍ઝવેર્ટિવ નેતા સના તાકાઈચી ના ગઠબંધન ને ગઈકાલે ઐતિહાસિક જીત મેળવી હતી.

        જાપાનમાં રૂઢિચુસ્‍ત શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી એ ગઈકાલે (એલડીપી ) કુલ ૪૬૫ બેઠક માંથી ૨૩૩ બેઠકો નો આંક વટાવી દઈ ભવ્‍ય જીત મેળવી છે, વિશ્વ ના અગ્રણી રાજકીય નેતા ઓ સના તાકાઈચી ઉપર શુભેચ્‍છા વર્ષા કરી રહ્યા છે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી એ પણ  એક્‍સ ઉપર પોસ્‍ટ કરીને જંગી જીત બદલ અભિનંદન પાઠવ્‍યા છે.

        ગયા વર્ષે ઓક્‍ટોબર માસમાં સના તાકાઈચી ના પક્ષની નેતળત્‍વ માં ચૂંટણી જીત્‍યા બાદ સના તાકાઈચી એ ૩૬ વર્ષમાં પ્રથમ વખત મધ્‍ય શિયાળાની ચૂંટણીની જાહેરાત કરી જાણે એક મોટો જુગાર ખેલ્‍યો હતો , પરંતુ તેમાં સના તાકાઈચી એ લોકો પાસે થી એક મજબૂત જનાદેશ મેળવી હવે મજબૂતી થી આગળ વધશે, આ પરિણામ ને પગલે ત્‍યાંનુ શેર બજાર પણ ઊંચકયું છે. આ વેળા એ આવો આપણે જોઈએ કોણ છે આ સફળ અને પ્રભાવશાળી રાજકીય આગેવાન..? સના તાકાઈચી નો જન્‍મ ૭ મી માર્ચ, ૧૯૬૧ના રોજ જાપાનના યામાતોકોરીયામા, નારા પ્રિફેક્‍ચર, ખાતે થયો હતો, તેવો જાપાન ના સૌથી જૂનો અને સૌથી મોટો રાજકીય પક્ષ   લિબરલ ડેમોક્રેટિક પાર્ટી એલ ડી પી નામાં ઘણા વર્ષો થી કાર્યરત છે , અનેક મંત્રીપદ ની જવાબદારી ઓ પણ સંભાળી ચૂકયા છે,અને તેમણે ગતતા  ૨૧ ઓક્‍ટોબર ૨૦૨૫ ના રોજ થી  જાપાનના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્‍યો, તેવો જાપાનનો પહેલા મહિલા પ્રધાનમંત્રી છે .

નવી સરકાર શરૂ કરી જેમાં પ્રથમ  તેમણે નવી કેબિનેટ બનાવી જેમાં  પ્રથમ મહિલા વિદેશ મંત્રી/પ્રથમ મહિલા આર્થિક સુરક્ષા મંત્રી સહિત કેટલાક મહત્‍વના પદો માં ફેરફાર કર્યો, ત્‍યાર બાદ પ્રાથમિકતા આપી.વધતી મોંઘવારી અને જીવન ખર્ચને રોકવા હેતુથી પગલાં લેવા જાહેર કર્યાં, કર ચૂંટણી યોજનાઓમાં ફેરફાર અને આધુનિક આર્થિક પ્રોત્‍સાહન પેકેજ લાવવામાં પણ ફોકસકર્યુંતો બીજી બાજુ  આ સમયગાળામાં તેમણે લીડર તરીકે મુકતર્ણ કેબિનેટને ગઠિત અને નીતિ પ્રથમ દબાણ તૈયાર કરવું શરૂ કર્યું હતું.

 રક્ષા અને સુરક્ષા વિશેષ ભાર આપી જાપાનની રક્ષા ક્ષમતા વધુ મજબૂત કરવા માટે સેના ખર્ચ જીડીપીના -૨ ટકા સુધી વધારવાની યોજના રજૂ કરેલ છે અને રાષ્‍ટ્રની રાષ્‍ટ્ર સુરક્ષા દસ્‍તાવેજોનું સુધારણાનું સંકલ્‍પ, હાથ ધર્યું તેમજ વિદેશ નીતિમાં બદલાવ લાવી હવે તેવો  ચીન - તેમનું વિસ્‍તળત નેટો અને અમેરિકાના સુરક્ષા ભાગીદારી સાથે જોડાવા તરફ આગળ વધ્‍યા અને હવે ગઈકાલે ૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૬ની સામાન્‍ય લોકસભા ચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી  (એલડીપી)અને તેના ગઠબંધનને સુપરમેઝરિટી (મોટી બહુમતી) મળેલી છે.

આમછતાં હવે તેમની સામે ના પડકારો ને જોઈએ તો આર્થિક દબાણ અને દેવું ઉચ્‍ચ સરકારી ખર્ચ અને દેવું જેને અટકાવવા તાકાઈચી ની સરકારને મુશ્‍કેલી પડી શકે છે.  વિદેશનો દબાણ અને ચીન સાથે તણાવ, ચીન-જાપાન સંબંધો અને તાઇવાન મુદ્દે તેમની કડક હાર્ડ-લાઈન તેમજ કેટલાક મુદ્દે ચીની પ્રતિક્રિયા વધારી શકે છે. કાર્ય સંસ્‍કળતિ, જાપાનમાં કામ-જીવન સંતુલન અને લાંબા કલાકોની કામગીરી વિશે ચર્ચા ઉઠી છે, અને તેવા મુદ્દાઓ સરકાર સામે વિવાદોનું કારણ બન્‍યા છે, જેવા પડકારો નો સામનો કરવો પડશે.

(3:41 PM IST)