News of Monday, 9th February 2026
બુલીયન માર્કેટમાં તેજી ચાંદીમાં ૪૦૦૦ અને સોનામાં ૨૦૦૦ રૂપીયા વધ્યા
ચાંદી ૧ કિલોના ભાવ વધીને ર,૭૦,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬૦,૦૦૦ રૂા. થયા : બે દિવસમાં ચાંદીમાં ૧૩,૦૦૦ અને સોનામાં પ,૦૦૦ રૂા.નો ભાવવધારો

રાજકોટ, તા., ૯ : બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે તેજી જોવા મળી હતી. ચાંદીમાં ૪૦૦૦ અને સોનામાં ર૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૪૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. શનિવારે ચાંદી ૧ કિલોના બંધ ભાવ ર,૬૬,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૭૦,૦૦૦ રૂા. થયા છે. શનિવારે ચાંદીમાં ૯,૦૦૦ રૂા. વધ્યા બાદ આજે વધુ ૪૦૦૦ રૂા.નો ભાવવધારો થતા બે દિવસમાં ચાંદીમાં ૧૩,૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે.
ચાંદીની સાથે સોનામાં પણ તેજી યથાવત રહી હતી. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ર૦૦૦ રૂા. વધ્યા હતા. શનિવારે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧, પ૮,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૬૦,૦૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં ર૦,૦૦૦ રૂા. નો ભાવવધારો થયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧પ,૮૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૬,૦૦,૦૦૦ રૂા. થયા છે. શનિવારે સોનામાં ૩૦૦૦ રૂા. વધ્યા બાદ આજે વધુ ર૦૦૦ રૂા.નો ઉછાળો થતા બે દિવસમાં સોનામાં પ૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. (૪.૧૨)
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
