ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
સરદારશહેર ખાતે ‘રંગરેઝ ઓશો' ધ્યાન અને હોળી મહોત્સવનું ભવ્ય આયોજન
શિબિરનું સંચાલન કુરુક્ષેત્રના સુપ્રસિદ્ધ મા પ્રેમ માધવી (રંગરેઝ રિટ્રીટના સ્થાપક) કરશે આંતરિક રૂપાંતરણ દ્વારા જીવનને ઉત્સવ બનાવવાની સુવર્ણ તક સ્વામી અનુરાગ દ્વારા શિબિરાર્થીઓને ઊંડાણપૂર્વકનું આધ્યાત્મિક માર્ગદર્શન

સરદારશહેર (રાજસ્થાન): તા.૯, જીવનના તણાવ, ભૂતકાળના માનસિક આદ્યાતો અને સંબંધોની કડવાશને દૂર કરી પરમ શાંતિ તરફ પ્રયાણ કરવા માટે રાજસ્થાનના પવિત્ર ગણાતા સરદારશહેર ખાતે ‘રંગરેઝ ઓશો'ધ્યાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૦ ફેબ્રુઆરી થી ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન હોળીના પાવન પર્વ નિમિત્તે આ ચાર દિવસીય ધ્યાન મહોત્સવ યોજાશે.
આ રિટ્રીટ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સ્વયં સાથે ફરી જોડાવાની એક યાત્રા છે. શિબિરમાં નીચે મુજબની બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવશેઃ
બાળપણના આદ્યાતમાંથી મુક્તિઃ ઓશો ધ્યાન પદ્ધતિઓ દ્વારા બાળપણની દબાયેલી લાગણીઓ અને માનસિક બ્લોકેજને દૂર કરવામાં આવશે.
સંબંધોમાં ક્ષમાભાવઃ ભૂતકાળના સંબંધોના દ્યા રુઝાવીને ક્ષમા અને નિઃસ્વાર્થ પ્રેમનો અનુભવ કરાવવામાં આવશે.
આનંદમય જીવનઃ માઇન્ડફુલનેસ દ્વારા જીવનમાં ઉલ્લાસ, શાંતિ અને સંતુલન કેવી રીતે લાવવું તેનું માર્ગદર્શન અપાશે.
હોળીની ઉજવણીઃ શિબિરના અંતે રંગોના પર્વ હોળીની આધ્યાત્મિક અને આનંદમય રીતે ઉજવણી કરવામાં આવશે.
આ શિબિરનું સંચાલન કુરુક્ષેત્રના સુપ્રસિદ્ધ મા પ્રેમ માધવી (રંગરેઝ રિટ્રીટના સ્થાપક) દ્વારા કરવામાં આવશે, જેઓ આંતરિક હીલિંગ અને ઓશો ધ્યાનમાં નિષ્ણાત છે. સાથે જ, સ્વામી અનુરાગ (સરદારશહેર) દ્વારા શિબિરાર્થીઓને ઊંડાણપૂર્વકનું આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
અગત્યની માહિતીઃ તારીખઃ ૨૦ થી ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬, સ્થળઃ ઓશો ઓએસિસ ધ્યાન આશ્રમ, રિલાયન્સ પેટ્રોલ પંપ સામે, મારુતિ નગર, રતનગઢ રોડ, સરદારશહેર (ચુરુ), રાજસ્થાન. શિબિર કોન્ટ્રીબ્યુશનઃ ઈં ૨૦૦૦/- (એડવાન્સ રજીસ્ટ્રેશન માટે રૂા. ૫૦૦ ઓનલાઇન જમા કરાવવાના રહેશે. ફોન પે નંબરઃ ૯૯૮૨૩૫૨૯૪૪),આવાસઃ રહેવાની વ્યવસ્થા માત્ર ડોર્મેટરી (સામૂહિક નિવાસ) માં ઉપલબ્ધ રહેશે.,જરૂરી વસ્તુઓઃસહભાગીઓએ પોતાની સૂવાની ચટાઈ, સફેદ વષા (રોબ) અને ધાબળો સાથે લાવવાનો રહેશે.,
વધુ વિગત અને નોંધણી માટે સ્વામી ધ્યાન (ૅ૯૧ ૭૩૦૦૪-૯૫૦૬૪) અથવા સ્વામી મહેન્દ્ર (ૅ૯૧ ૯૭૮૪૮-૬૮૭૬૭) નો સંપર્ક કરવા જણાવાયું છે.
જીવનને નવી દ્રષ્ટિ અને ઉર્જા આપવા માટે આ જીવન પરિવર્તનકારી અનુભવમાં જોડાવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
