News of Monday, 9th February 2026
ન્યુઝિલેન્ડમાં કોમ્યુનિટી સેન્ટરનું લોકાર્પણ

રાજકોટઃ હરિપ્રબોધમ પરિવાર દ્વારા ગુરૂહરિ પ્રબોધ સ્વામીના સાનિધ્યમાં ન્યુઝિલેન્ડના ઓકલેન્ડ ખાતે શ્રી હરિસુમિરન કોમ્યુનીટી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું, ે ન્યુઝિલેન્ડના પ્રધાન મંત્રીશ્રી ક્રિસ્ટોફર લકસનું ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના કોન્સ્યુલેટ જનરલ ડો. મદન મોહન શેઠી પણ કાર્યક્રમમાં જોડાયા હતા. એ અઢારસોથી વધારે હરિભકતો અને સંતોનું પ્રધાનમંત્રીએ અભિવાદન જીલ્યું હતુ. પ્રધાનમંત્રી ક્રિસ્ટોફરે હરિપ્રબોધમ પરિવાર દ્વારા વિશ્વના અનેક દેશોમાં ચાલી રહેલ સેવા કાર્યોની નોંધ લઇ આ સંસ્થાના કાર્યાેને બિરદાવ્યા હતા.આ ઉત્સવમાં ભારત, ઓસ્ટ્રેલીયા, સીંગાપુર, ફીઝી, દુબઇ, લંડન, જર્મની, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાંથી પણ ભકતો હાજર રહ્યા હતા.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
