ક્લાસરૂમમાં ઘૂસી વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને માથામાં મારી ગોળી
પોતે આપઘાત કરી લીધો ....વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો

ઉસમાઃ તા.૯,પંજાબમાંથી સોમવારે હચમચાવી નાખે એવી દ્યટના સામે આવી છે. જેમાં ઉસમા ખાતે આવેલી લો કોલેજમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીની ક્લાસરૂમમાં જ ગોળી મારીને હત્યા કરી નાખી અને પછી પોતે આપદ્યાત કરી લીધો છે. આ દ્યટના બાદ કોલેજ પરિસરમાં હડકંપ મચી ગયો છે અને વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
પંજાબના તરન તારન (Tarn Taran) જિલ્લામાંથી સોમવારે હચમચાવી નાખે એવી દ્યટના સામે આવી છે. જેમાં ઉસમા ખાતે આવેલી લો કોલેજમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને ગોળી મારીને હત્યા કરી નાખી અને સેકન્ડમાં જ પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ દ્યટના બાદ કોલેજ પરિસરમાં હડકંપ મચી ગયો છે અને વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
મૃતકની ઓળખ સંદીપ કૌર તરીકે થઈ છે, જયારે હુમલો કરનાર વિદ્યાર્થીની ઓળખ પ્રિન્સ રાજ તરીકે થઈ છે. દ્યટનાના CCTV ફૂટેજ અનુસાર, પ્રિન્સ રાજ ક્લાસરૂમમાં પ્રવેશ કરે છે અને ત્યાં બેઠેલી સંદીપ કૌરના માથામાં ખૂબ જ નજીકથી ગોળી મારી દે છે. તરત જ તે ફરીથી પિસ્તોલ લોડ કરે છે અને પોતાના માથામાં ગોળી મારીને ત્યાં જ પડી જાય છે. બંનેનું કોલેજમાં જ મોત થઈ જાય છે.
લો કોલેજમાં બની આ દ્યટના
DSP જગબીર સિંહે જણાવ્યું કે, ‘માઇ ભાગો લો કોલેજ'માં આ દ્યટના બની છે. જેમાં એક વિદ્યાર્થીએ પોતાની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની હત્યા કરીને પોતે પણ આપદ્યાત કરી લીધો છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થીએ આવું પગલું કેમ ભર્યું?
કોલેજના ક્લાસરૂમમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિને ગોળી મારી દેતા સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે, એક વિદ્યાર્થી કોલેજની અંદર પિસ્તોલ લઈને કેવી રીતે પ્રવેશ કરી શક્યો? હાલમાં પોલીસ એ બાબતની તપાસ કરી રહી છે કે પ્રિન્સ રાજે આટલું ભયાનક પગલું કેમ ભર્યું? શું આ કિસ્સો એકતરફી પ્રેમનો હતો કે કોઈ બીજી બાબત હતી? પોલીસ પરિવારજનો અને સાથે ભણતા વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
