News of Monday, 9th February 2026
આ વખતે રોઝા માસનો અંતિમ શુક્રવાર જ રમઝાન માસનો છેલ્લો દિવસ
આગામી તા.૧૯ને ગુરૂવારથી આધ્યાત્મિક તપ પર્વનો પ્રારંભઃ મુસ્લિમ સમાજમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ : ગત વર્ષ કરતા ૧૫ મિનિટ જ ઓછી થતા સાડા તેર કલાકનો રોઝો રહેશેઃ ૩૦ રોઝા પૂરા થશે ગુરૂવારે પહેલો રોઝો થયા પછી તુર્તજ બીજા દિ'એ શુક્રવાર તથા છેલ્લે શુક્રવારની ઉજવણી પછી તુર્તજ બીજા દિવસે ઇદ અંતિમ શુક્રવાર જ મહિનાનો છેલ્લો દિ' હોવાની ઘટનાનું ત્રણ વર્ષે ફરી પૂનરાવર્તન

(ફાઇખ દ્વારા) રાજકોટ તા. ૯: આગામી તા. ૧૮-ર-ર૬ ને બુધવારના સાંજે ‘ચંદ્ર દર્શન' આકાશમાં થવાની પૂર્ણ સંભાવના સાથે પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થનાર હોઇ તા. ૧૯-ર-ર૬ ગુરૂવારે પહેલો રોઝો રહેશે.
ઇસ્લામી પંચાગ ચંદ્રદર્શન ઉપર આધારિત છે અને તેમાં ર૯ અથવા ૩૦ દિવસના અંતે બાર મહીના હોય છે. હાલનો ઇસ્લામી મહીનો શાબાન ચાલુ છે. એ પહેલા રજજબ મહીનો ૩૦ દિ' પુરા કરેલ જે થકી આ શાબાન મહીનો ર૯ દિ'નો થાય તેવા સ્પષ્ટ દિશા નિર્દેશના લીધે બુધવારે જ ચંદ્ર દર્શન થઇ જાય એ નિヘતિ બને છે.
બીજી તરફ આ વખતે કેલેન્ડર, પંચાગ, ડાયરી સહિતનાસ્ત્રોતો રમઝાન માસ શરૂ થઇ પૂર્ણ થવા અંગેનો એક જ સરખો સમયગાળો બતાવે છે જે જોતા રમઝાન માસ તા. ૧૯-ર-ર૬ ના શરૂ થઇ તા. ર૦-૩-ર૬ શુક્રવાર ના પૂર્ણ થશે અને તેથી તા. ર૧-૩-ર૬ ના શનિવારે ઇદુલ ફિત્ર મનાવવામાં આવશે.
રમઝાન માસમાં દરેક પુખ્ત વયના મુસ્લિમસ્ત્રી પુરુષોને ખુદા તરફથી ‘રોઝા' રાખવા ફરજીયાત છે. આ રોઝાએ એક ‘ઉપવાસ' જ છે. જેમાં પરોઢીયેથી લઇ છેક સૂરજ આથમે ત્યાં સુધી મુસ્લિમ ભાઇ-બહેનો રોઝા રાખે છે. અને આ રોઝામાં અન્નજળનો ત્યાગ કરવામાં આવે છે. એ ત્યાં સુધી કે ગળા નીચે થુંક પણ ઉતારવામાં આવતું નથી. આમ નર્યા નકોર ઉપવાસ કરવામાં આવે છે એ સાથે દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે.
એટલું જ નહીં રાત્રે પણ વધારાની ‘સળંગ' તરાવીહની નમાઝ દોઢ કલાક માટે પઢવામાં આવે છે. ઉપરાંત મુસ્લિમો કુઆર્ન પઠન અને ઇબાદતમાં મશગૂલ બની જાય છે. એ જોતા રમઝાન માસ શરૂ થતા જ મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિકતા છવાઇ જાય છે.
આધ્યાત્મિક ઉત્સવ સમો તપસ્યાનો અપાર મહિમા અર્થાત રમઝાન માસ આવતા જ મુસ્લિમ સમાજમાં હર્ષ વ્યાપી જાય છે. જેથી રોઝા માસને સત્કારવા ઉત્સાહ પ્રવર્તી રહયો છે.
આ રમઝાન માસમાં દાન-પૂણ્યના કાર્યો પણ એટલા જ કરવામાં આવે છે. જેના લીધે પરોઢીયે ભોજન અર્થાત ‘સહેરી' અને સાંજે રોઝા ખોલાવવા માટેના મનમોહક ભોજનના થાળ એટલે ‘ઇફતારી' યોજાશે.
જેના માટે ફ્રુટ ફરસાણ, ઠંડા પીણા માટેની તૈયારીઓ આરંભી દેવાઇ છે.
રમઝાન માસ ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુર્આન શરીફની વર્ષ ગાંઠ હોઇ અને રમઝાન માસમાં દાન-પૂણ્યનું વળતર ૭૦ ગણું હોઇ કુર્આન પઠન વધી જશે.
આ તમામ વચ્ચે ખાસ કરીને રમઝાન મહિનામાં રોઝાનું મહત્વ વધારે છે અને આ રોઝા કયારેક ગરમી વચ્ચે પણ મુસ્લિમ ભાઇ-બહેનો રાખી રોજીંદા કાર્યમાં પ્રવૃત રહે છે.
ખાસ કરીને આ વખતે ચંદ્રદર્શનની સ્પષ્ટતા વધી છે. ત્યારે ગત વખતે ર૯ રોઝા થયા હતાં. ત્યારે આ વર્ષ ૩૦ રોઝા વર્તારાના નિર્દેશ મુજબ થવાની પૂર્ણ સંભાવના છે.
બીજી તરફ ગત વખત કરતા આ વખતે ૧ર દિ' પહેલા રમઝાન માસ શરૂ થયો છે. હાલમાં શિયાળો ચાલી રહ્યો છે.
જેના લીધે આ વખતે ઘણા બધા રોઝા ઠંડીના માહોલમાં પસાર થશે.
આ વખતે શરૂઆતમાં ૧ર કલાક પ૭ મિનિટનો રોઝો રહેશે અને છેલ્લે ૧૩ કલાક ૩૦ મીનીટનો રોઝો રહેશે.
જેમાં પરોઢિયે સહેરીનો સમય દરરોજ ઘટતો રહેશે શરૂઆતમાં પ.પપ નો સમય છેલ્લા પ.૩૧ નો થશે અને સાંજે ઇફતારીનો સમય વધતો રહેશે શરૂઆતમાં ૬.પર નો સમય છેલ્લે ૭.૦૧ નો થશે.
આમ સહેરીનો સમય ઘટીને ઇફતારીનો સમય લંબાતા આખા માસમાં ૩૩ મિનિટના વધઘટ ઉપર રમઝાન માસ રહેશે.
રમજાન માસમાં અંતિમ શુક્રવારને મુસ્લિમો આખરી જુમ્મા તરીકે ઓળખે છે.
આ વખતે અડધી કલાક ઓછી થવાના બદલે ૧૩ કલાક ૩૦ મિનિટનો રોઝો થયો છે.
આમ આ વખતે ગત વર્ષ પોણા ચૌદ કલાકના રોઝા કરતા માત્ર ૧પ મિનિટ જ ઓછી થઇ છે.
આ ઉપરાંત આ વખતે ગુરૂવારે પ્રથમ રોઝો થશે તેમાં વિશેષતા તો એ છે કે, રમઝાન માસનો અંતિમ શુક્રવાર જ રમઝાન માસનો છેલ્લો દિવસ જ બની રહેશે જેના લીધે શનિવારે ઇદ થશે આમ શનિવારે ઇદ અને બીજા દિ' રવિવારના લીધે ઇદ નો ઉત્સાહ બેવડાશે તો બીજી તરફ શુક્રવાર મુસ્લિમ સમાજમાં સાપ્તાહિક ઇદ તરીકે ઉજવાતો હોઇ આ વખતે શુક્રવાર રમઝાન માસનો છેલ્લો દિ' હોઇ અને છેલ્લો રોઝો હોઇ તે પૂર્ણ થઇ સવારે ઇદ ઉજવવામાં આવનાર હોઇ ઇદનો ઉત્સાહ પણ બમણો બની રહેશે.
અત્રે એ નોંધનીય છે કે, સને ર૦ર૩ માં પણ શુક્રવારે છેલ્લો રોઝો થયો હતો તેથી શનિવારે ઇદ ઉજવણીની આ ઘટનાનું ત્રણ વર્ષે ફરી પૂનરાવર્તન થવા પામ્યુ છે.
રમઝાન માસ-વર્ષ ર૦ર૬-હિજરી-૧૪૪૭નું
સહેરી-ઇફતારીનું રાજકોટનું સમય પત્રક
રોઝા તારીખ વાર સહેરીનો ઇફતારીનો
સમય સમય
૧ ૧૯-ર-૨૬ ગુરૂવાર પ-૫૫ ૬-૫૨
ર ૨૦-ર-૨૬ શુક્રવાર પ-૫૫ ૬-૫ર
૩ ૨૧-ર-૨૬ શનિવાર પ-૫૪ ૬-૫૩
૪ ૨૨-ર-૨૬ રવિવાર પ-૫૩ ૬-૫૩
પ ૨૩-ર-૨૬ સોમવાર પ-૫૩ ૬-૫૪
૬ ૨૪-ર-૨૬ મંગળવાર પ-૫૨ ૬-૫૪
૭ ૨૫-ર-૨૬ બુધવાર પ-૫૧ ૬-૫૫
૮ ૨૬-ર-૨૬ ગુરૂવાર પ-૫૦ ૬-૫૫
૯ ૨૭-ર-૨૬ શુકવાર પ-૫૦ ૬-૫૬
૧૦ ૨૮-ર-૨૬ શનિવાર પ-૪૯ ૬-૫૬
૧૧ ૧-૩-૨૬ રવિવાર પ-૪૮ ૬-૫૬
૧ર ર-૩-૨૬ સોમવાર પ-૪૭ ૬-૫૭
૧૩ ૩-૩-૨૬ મંગળવાર પ-૪૬ ૬-૫૭
૧૪ ૪-૩-૨૬ બુધવાર પ-૪૫ ૬-૫૮
૧પ ૫-૩-૨૬ ગુરૂવાર પ-૪૪ ૬-૫૮
૧૬ ૬-૩-૨૬ શુક્રવાર પ-૪૪ ૬-૫૮
૧૭ ૭-૩-૨૬ શનિવાર પ-૪૩ ૬-૫૯
૧૮ ૮-૩-૨૬ રવિવાર પ-૪૨ ૬-૫૯
૧૯ ૯-૩-૨૬ સોમવાર પ-૪૧ ૭-૦૦
૨૦ ૧૦-૩-૨૬ મંગળવાર પ-૪૦ ૭-૦૦
૨૧ ૧૧-૩-૨૬ બુધવાર પ-૩૯ ૭-૦૧
૨૨ ૧ર-૩-૨૬ ગુરૂવાર પ-૩૮ ૭-૦૧
ર૩ ૧૩-૩-૨૬ શુક્રવાર પ-૩૭ ૭-૦૧
ર૪ ૧૪-૩-૨૬ શનિવાર પ-૩૬ ૭-૦૨
રપ ૧પ-૩-૨૬ રવિવાર પ-૩૫ ૭-૦૨
ર૬ ૧૬-૩-૨૬ સોમવાર પ-૩૫ ૭-૦૨
ર૭ ૧૭-૩-૨૬ મંગળવાર પ-૩૪ ૭-૦૩
ર૮ ૧૮-૩-૨૬ બુધવાર પ-૩૩ ૭-૦૩
ર૯ ૧૯-૩-૨૬ ગુરૂવાર પ-૩૨ ૭-૦૪
૩૦ ૨૦-૩-૨૬ શુક્રવાર પ-૩૧ ૭-૦૪
આ કાપલી સાચવી રાખો સવારે ચા-સાંજે અકિલા
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
