તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
IGST અને CGSTની આઈટીસી હવે એસજીએસટીમાં પણ વાપરી શકાશે
ટેક્સ ભરવા માટે રોકડ રકમ જમા કરાવવી પડતી હતી તેમાંથી હવે છુટકારો

મુંબઈ,તા.૧૦: જીએસટીમાં ટેક્સની રકમ ભરવા માટે હવે એસજીએસટીના લેઝરમાં ક્રેડિટ જમા હશે તો તેનો પણ વપરાશ કરી શકાય તેવો સુધારો કરવામાં આવ્યો છે. તેના કારણે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે, કારણ કે અત્યાર સુધી વેપારીઓ પાસે આઈજીએસટી અને સીજીએસટીમાં ક્રેડિટ જમા હોવા છતાં તેઓ એસજીએસટીમાં વાપરી શકતા નહોતા. જ્યારે તેમાં સુધારો થવાના લીધે હવે વેપારીઓએ ટેક્સ ભરવા માટે રોકડ રકમ જમા કરાવવી પડતી
હતી તેમાંથી છૂટકારો થવાનો છે. જીએસટીમાં પહેલા એવો નિયમ હતો કે વેપારીના ખાતામાં આઈજીએસટી અને સીજીએસટીની ક્રેડિટ જમા હોય તો એકબીજામાં ટેક્સ ભરવા માટે તે રકમનો વપરાશ કરી શકાતો હતો. જ્યારે એસજીએસટીમાં ક્રેડિટ જમા હોય તો જ તે રકમ ટેક્સ ભરવા માટે થઈ શકતી હતી. આઈજીએસટી અને સીજીએસટીમાં ક્રેડિટ પડી હોવા છતાં તે એસજીએસટીમાં વાપરી શકતા નહોતા. તેના લેધી વેપારીએ ટેક્સની રકમ ભરવા પોતાના વેપારમાંથી રકમ ઓછી કરીને રોકડ ભરવાની સ્થિતિ સર્જાતી હતી. જયારે નવા નિયમ પ્રમાણે કોઈ પણમાં ક્રેડિટ જમા હોય તો તે રકમનો વપરાશ ટેક્સ ભરવા માટે કરી શકાશે. તેમાં એસજીએસટીમાં પણ ક્રેડિટ વાપરી શકાય તેવો સુધારો કરવામાં આવ્યો છે. આ સુધાર કરવાના કારણે વેપારીઓના ઈ લેક્ટ્રોનિક લેઝરમાં કોઈ પણ હેડમાં ક્રેડિટ જમા હશે તેનો વપરાશ કોઈ પણ હેડમાં કરી શકવાની છૂટ મળી છે. તેના લીધે વેપારીએ હવેથી રોકડ રકમ ભરવાની ઓછી થવાની શક્યતા છે. કેટલાક વેપારીઓની ક્રેડિટ જમા હોવા છતાં નિયમોના આટાપાટાને કારણે રોકડ રકમ ભરવાની થતી હતી, પરંતુ આ નિયમને કારણે વેપારીઓને રાહત થવાની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
