News of Tuesday, 10th February 2026
મણિપુરના ઉખરુલમાં હિંસાઃ ૫ દિવસ ઇન્ટરનેટ બંધ
૩૦થી વધુ મકાનો ખાખઃ અંધાધૂંધ ગોળીબાર વચ્ચે ભયનો માહોલઃ કફર્યુ લાગુ

ઉખરુલ, તા.૧૦: મણિપુરના શાંત ગણાતા ઉખરુલ જિલ્લામાં અચાનક હિંસાનો દાવાનળ ફાટી નીકળ્યો છે, જેના કારણે સમગ્ર પહાડી વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ છે.
શનિવાર રાત્રે એક નાનકડા ઝઘડાથી શરૂ થયેલી આ ઘટનાએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સશષા બદમાશોએ લિટોન સરીખોંગ ગામમાં અનેક નિર્દોષ પરિવારોના ઘરોને નિશાન બનાવી આગને હવાલે કર્યા હતા. આકાશી ગોળીબારના અવાજોથી ગુંજી ઉઠેલા આ વિસ્તારમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે જરૂરી સામાન સાથે પડોશી જિલ્લાઓ તરફ પલાયન કરી રહ્યા છે. જે શાંતિની આશા રવિવારની બેઠકમાં રાખવામાં આવી હતી, તે નિષ્ફળ જતાં મધ્યરાત્રિએ સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાજ્ય સરકારના ગળહ કમિશનરે તાત્કાલિક અસરથી સમગ્ર જિલ્લામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ ઠપ્પ કરી દીધી છે.
વહીવટીતંત્રનું માનવું છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ બળતામાં ઘી હોમવાનું કામ કરી શકે છે, તેથી સંચાર માધ્યમો પર રોક લગાવવી અનિવાર્ય હતી.
ઉખરુલમાં ચારેબાજુ પોલીસ અને સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપી કફર્યુ લાદી દેવામાં આવ્યો છે. રસ્તાઓ પર અત્યારે માત્ર સશષા જવાનોના બૂટનો અવાજ સંભળાઈ રહ્યો છે, જે સૂચવે છે કે માહોલ હજુ પણ સંવેદનશીલ છે.
પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, હિંસાની શરૂઆત તાંગખુલ નાગા સમુદાયના એક વ્યક્તિ પર થયેલા હુમલા બાદ થઈ હતી, જેણે જોતજોતામાં કોમવાદનું સ્વરૂપ ધારણ કર્યું. સામસામે થયેલી આગચંપીમાં કે. લુંગવિરામ ગામના મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. જોકે, સુરક્ષા દળોએ સમયસર પહોંચીને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. હાલમાં વહીવટીતંત્ર શાંતિ સ્થાપવા માટે બંને પક્ષો સાથે વાતચીત કરી રહ્યું છે, પરંતુ સ્થાનિકોમાં હજુ પણ ફાળ પડી રહી છે. આ હિંસા મણિપુરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરી રહી છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
