<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલા પીટર મેન્ડલસનની નિયુક્તિ મુદ્દે કીર સ્ટાર્મર પર રાજીનામાનું ભારે દબાણ : બ્રિટિશ વડાપ્રધાનના ચીફ ઓફ સ્ટાફ અને સંચાર નિર્દેશકે જવાબદારી સ્વીકારી પદ છોડ્યું : સ્ટાર્મરે પદ છોડવાનો ઇનકાર કરતા કહ્યું કે તેઓ જનાદેશ અને જવાબદારીથી પાછળ નહીં હટે

વિપક્ષ સહિત પક્ષના આંતરિક નેતાઓ પણ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી રહ્યા છે : ધ્યાન ભટકાવનારી ચીજો બંધ થવી જોઈએ અને ડાઉનિંગ સ્ટ્રીટમાં નેતૃત્વમાં બદલાવ થવો જોઈએ

નવી દિલ્હી તા.૧૦

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે એપસ્ટીન ફાઈલ્સ વિવાદ વચ્ચે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. પીટર મેન્ડલસનની વિવાદાસ્પદ નિયુક્તિ બદલ તેમના મુખ્ય સહયોગીઓએ રાજીનામા આપ્યા છે અને વિપક્ષ સહિત પક્ષના આંતરિક નેતાઓ પણ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી રહ્યા છે. જોકે, સ્ટાર્મરે સંસદમાં પોતાનો પક્ષ મજબૂતીથી રાખ્યો છે.

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર  રાજીનામું નહીં આપે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાના પદ પર બનેલા રહેશે. અમેરિકામાં બ્રિટનના રાજદૂત રહેલા પીટર મેન્ડલસન અને યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનના સંબંધોના ખુલાસા બાદ સ્ટાર્મર પર પદ છોડવાનું દબાણ બની રહ્યું હતું. નકારાત્મક ચર્ચાઓ વચ્ચે 19 માસ જૂની બ્રિટનની સરકાર ગંભીર સંકટમાં ફસાતી જોવા મળી રહી છે.

અમેરિકામાં બ્રિટિશ રાજદૂત રહેલા પીટર મેન્ડલસન અને અપરાધી જેફ્રી એપસ્ટ ના સંબંધોના ખુલાસા બાદ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર  ની ખુરશી પર ખતરો ઝળુંબી રહ્યો છે. તેઓ લેબર પાર્ટીને મનાવવાની કોશિશ કરી રહ્યા છે કે તેમને તેમના બાકીના થોડાક કાર્યકાળ માટે પદ પરથી હટાવવામાં આવે નહીં.

મેન્ડલસનને આ ઉચ્ચ પદસ્થ રાજદ્વારી પદ પર નિયુક્ત કરવાના નિર્ણયને લઈને વડાપ્રધાન પર સવાલ ઉઠી રહ્યો છે. તેમની ડાબેરી ઝુકાવવાળી લેબર પાર્ટીના કેટલાક સાંસદોએ 2024માં પીટર મેંડલસનને રાજદ્વારી નિયુક્ત કરવાના તેના નિર્ણય બદલ તેમના રાજીનામાની માગણી કરાઈ છે.

સ્કૉટલેન્ડમાં લેબર પાર્ટીના નેતા અનસ સરવરે  પણ વડાપ્રધાન સ્ટાર્મરના રાજીનામાની માગણી કરી છે. સરવરે કહ્યુ છે કે ધ્યાન ભટકાવનારી ચીજો બંધ થવી જોઈએ અને ડાઉનિંગ સ્ટ્રીટમાં નેતૃત્વમાં બદલાવ થવો જોઈએ. બ્રિટનમાં ડાઉનિંગ સ્ટ્રીટ પર જ વડાપ્રધાન નિવાસસ્થાન છે. સરવર લેબર પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા છે, જેઓ સ્ટાર્મરના રાજીનામાનું આહ્વાન કરી ચુક્યા છે.

પીએમઓએ કહ્યુ સ્ટાર્મર પદ નહીં છોડે

સ્ટાર્મરના ચીફ ઓફ સ્ટાફ અને તેમના સંચાર નિદેશકે પણ રાજીનામું આપ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન કાર્યાલયે સોમવારે કહ્યુ કે સ્ટાર્મરનો પદ છોડવાનો કોઈ ઈરાદો નથી. સ્ટાર્મરે સંસદમાં લેબર પાર્ટીના સાંસદોને કહ્યુ કે મેં આજ સુધી જેટલા પણ સંઘર્ષ કર્યા છે, તે તમામમાં જીત પ્રાપ્ત કરી છે. તેમણે કહ્યુ કે હું પોતાના જનાદેશ અને દેશ પ્રત્યેની પોતાની જવાબદારીથી પાછો હટી શકું નહીં.

(4:26 PM IST)