૨૦ ફેબ્રુઆરીથી AI સામગ્રી પર લેબલ લગાવવું પડશે
સરકાર કે કોર્ટ દ્વારા આપત્તિજનક ગણાવાયેલા ડીપફેક વિડિયો-ફોટો ત્રણ કલાકમાં હટાવવાનો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને આદેશ

નવી દિલ્હી,તા.૧૧: ટ્વિટર, યુટ્યુબ, સ્નેપચેટ અને ફેસબુક જેવાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મે હવે એમના પ્લેટફોર્મ પર શેર કરાયેલી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સામગ્રી પર લેબલ લગાવવું જરૂરી રહેશે. ઇન્ફર્મેશન ટેક્રોલોજીના નિયમો અંતર્ગત સરકાર કે કોર્ટ દ્વારા આપત્તિજનક ગણાવાયેલી ડીપફેક કન્ટેન્ટને ૩ કલાકમાં દૂર કરવાની રહેશે. પહેલાં આ સમયમર્યાદા ૩૬ કલાકની હતી.
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્રોલોજી મંત્રાલયે મંગળવારે એક આદેશ જાહેર કરીને ઇન્ફર્મેશન ટેક્રોલોજી (IT) નિયમો ૨૦૨૧માં સુધારો કર્યો છે. સુધારેલા નિયમો ૨૦ ફેબ્રુઆરીથી અમલમાં આવશે. સરકારે અગાઉ ૨૦૨૫ની બાવીસ ઑક્ટોબરે એક ડ્રાફટ બહાર પાડ્યો હતો.
નવા નિયમોનો હેતુ ડીપફેક અને AI-જનરેટેડ સામગ્રીને લેબલ કરવાનો અને ટ્રેસ કરવાનો છે. આનો અર્થ એ છે કે AI સામગ્રી હવે સ્પષ્ટપણે જણાવશે કે એ AI-જનરેટેડ છે, વાસ્તવિક નહીં. આ ખોટી માહિતી અને ચૂંટણી છેતરપિડી જેવી સમસ્યાઓને કાબૂમાં લેશે.
નવા નિયમ હેઠળ જે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ AI કન્ટેન્ટ જેવી કે સિન્થેટિકલી જનરેટેડ ઇન્ફર્મેશન ક્રીએટ કરવા દેશે એણે આવી દરેક કન્ટેન્ટ પર પ્રોમિનન્ટ લેબલ લગાવવું પડશે. આ લેબલ લ્લશ્ય ક્ષેત્રના ઓછામાં ઓછા ૧૦ ટકા ભાગને આવરી લેવું જોઈએ અથવા ઑડિયો સમયના પહેલા ૧૦ ટકા ભાગની અંદર દેખાવું જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
