<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

અજિત પવારના પ્લેન ક્રેશ બાદ ડીજીસીએની કડક કાર્યવાહી: ૧૫ ખાનગી એરલાઇન્સ પર ગાજ પડી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાનના અકસ્માત બાદ નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય એટલે કે ડીજીસીએ એક્શન મોડમાં આવ્યું છે. પ્લેન ક્રેશની ઘટનામાં સુરક્ષાના ધારાધોરણોના ભંગ બદલ ડીજીસીએ દ્વારા મોટી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામ સ્વરૂપે ૧૫ જેટલી ખાનગી એરલાઇન્સ કંપનીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી છે.

ડીજીસીએ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ‘સર્જિકલ સ્ટ્રાઈક’ અંતર્ગત જે એરલાઇન્સના વિમાનોમાં ટેકનિકલ ખામીઓ અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે, તેમના લાયસન્સ રદ કરવા અથવા ભારે દંડ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ તપાસમાં સામે આવ્યું છે કે ઘણી ખાનગી કંપનીઓ જાળવણીના નિયમોનું પાલન કરતી નથી, જે મુસાફરો અને વીવીઆઈપી નેતાઓના જીવ જોખમમાં મૂકે છે. 

આગામી સમયમાં તમામ ખાનગી ચાર્ટર પ્લેનનું સુરક્ષા ઓડિટ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

(11:00 AM IST)