<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

અભિનેતા શ્રેયસ તલપડે વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ: કરોડોના રોકાણનું કૌભાંડ ?

લખનૌ: ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડે સહિત ૧૨ લોકો સામે રોકાણના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરવાનો કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રેયસ તલપડે મુશ્કેલીમાં મુકાયા છે. ૧૦ ફેબ્રુઆરીના રોજ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના ભોગાંવ પોલીસ સ્ટેશનમાં તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. 

ભોગાંવના મિશ્રાના મહોલ્લાના એક રહેવાસીએ આરોપ લગાવ્યો છે કે શ્રેયસ તલપડે અને તેના સાથીઓએ મુંબઈની એક બેંકની શાખાના નામે ગામલોકો પાસે મોટું રોકાણ કરાવ્યું હતું. રોકાણના બદલામાં ઉંચા વળતરની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. 

કોર્ટના આદેશ બાદ પોલીસે શ્રેયસ તલપડે સહિત કુલ ૧૨ લોકો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

(10:40 AM IST)