તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
ગુરૂહરિ પ્રબોધ સ્વામીજી અને ન્યુઝીલેન્ડના પ્રધાન મંત્રીના હસ્તે નૂતન કોમ્યુનીટી સેન્ટરનું લોકાર્પણ
હરિ પ્રબોધમ્ પરિવાર દ્વારા ગુરૂહરિ પ્રબોધ સ્વામીજીના પ્રત્યક્ષ સાંનિધ્યમાં ઓકલેન્ડ-ન્યુઝીલેન્ડની ધરતી પર સનાતન ભારતીય સંસ્કળતિના મૂલ્યોની સુવાસ પ્રસરાવતા ‘હરિ સુમિરન કમ્યુનીટી સેન્ટર' ના નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સંપન્ન ન્યુઝીલેન્ડ સરકાર રાજનૈતિક રીતે નરેન્દ્રભાઈ મોદી શાસિત ભારત સરકાર સાથેના સંબંધોને વધુ ગાઢ-મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલઃ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લકસન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૧: સનાતન ભારતીય સંસ્કળતિની ઓળખ એટલે ‘‘વસુધૈવ કુટુમ્બકમ'' ની ભાવના ! આવા ગરિમાપૂર્ણ મૂલ્યોમાં જ્યારે સાધુતાની સુવાસ ભળે, ત્યારે વિશ્વને કાંઈક નૂતન લાભ પ્રાપ્ત થતો હોય છે.આવો જ એક અદ્વિતીય પ્રસંગ વિદેશમાં - ન્યુઝીલેન્ડની ધરતી પર ઉજવાયો હતો.
હરિ પ્રબોધમ્ પરિવાર દ્વારા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના પ્રત્યક્ષ સાંનિધ્યમાં ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડની ધરતી પર સનાતન ભારતીય સંસ્કળતિના મૂલ્યોની સુવાસ પ્રસરાવતા ‘હરિ સુમિરન કમ્યુનીટી સેન્ટર'ના નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સંપન્ન થયો હતો.તા.૭ ફેબ્રુઆરીના રોજ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અને ન્યુઝીલેન્ડના પ્રધાન મંત્રી ક્રિસ્ટોફર લક્સનના હસ્તે નૂતન કમ્યુનીટી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ ઉત્સવના ભાગ રૂપે સાંસ્કળતિક કાર્યક્રમ યોજાયો હતો. વર્તમાન સરકારનું પ્રતિનિધિત્વ કરનાર બીજા અનેક સાંસદો અને સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ સૌપ્રથમ ‘હરિ સુમિરન'કમ્યુનીટી સેન્ટરની મુલાકાત લીધી હતી.અને ભારતીય પરંપરા પ્રમાણે પૂજન કરીને આશીર્વાદ લીધા હતા.ત્યાંથી મુખ્ય મંદિરે
ખાતમુહુર્તની પ્રથાના પ્રતિક રૂપે જમીન પરથી માટી ખોદી હતી.વડાપ્રધાને યુવાનો સાથે ઉત્સાહભેર સંવાદ કરી, સેલ્ફી લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. દેશ-વિદેશમાં નારી ઉત્કર્ષ અને નારી સશક્તિકરણનું કાર્ય કરનાર પૂજ્ય સાધ્વી બહેનોને મળ્યા હતા. આયોજન સમિતિ વતી તેમને એક વિશિષ્ટ પ્રતીકાત્મક સ્મળતિ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. દેશ વિદેશથી પધારેલા લગભગ ૧૮૦૦ કરતાં વધુ ભકતોથી ભરેલા સભા હોલમાં તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. પ્રધાનમંત્રીએ અભિવાદન ઝીલ્યું હતું અને વડાપ્રધાને પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું હતું.તેમણે ગુરુહરિ પ્રબોધસ્વામીજી સહીત ઉત્સવમાં ભાગ લેનારા તમામ આમંત્રિત મહેમાનો અને આયોજકોનું સ્વાગત કર્યુ હતુ.
તેમણે કહ્યું કે સ્વામીજીના આશીર્વાદ સાથે શરુ થયેલ અને માત્ર સમાજ કલ્યાણની ભાવના સાથે દાનમાં અપાયેલ ધનરાશી દ્વારા સંપન્ન થયેલ આ પ્રોજેક્ટ સામુદાયિક એકતાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે.‘‘આ સેન્ટરના માધ્યમથી યુવાનોને પોતાની ઓળખ મળશે, તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેમને સમાજમાં એક શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થશે. હરિ પ્રબોધમ્ પરિવાર દ્વારા વિશ્વના અનેક દેશોમાં ચાલી રહેલ અનેકવિધ સેવા કાર્યોની નોંધ લઈને માનસિક સ્વાસ્થ્ય, વ્યસન મુક્તિ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સંસ્થા દ્વારા કરવામાં આવતા કાર્યોને વિશેષ રીતે બિરદાવ્યા હતા અને ભારતીય સમુદાયની સખત મહેનત અને પરિવાર પ્રત્યેની નિષ્ઠા અન્ય લોકો માટે પ્રેરણારૂપ ગણાવી હતી ન્યુઝીલેન્ડ સરકાર રાજનૈતિક રીતે ભારત સરકાર સાથેના સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ચર્ચા કરાયેલ વ્યાપક મુક્ત વેપાર કરાર પૂર્ણ થયાની નોંધ લીધી હતી જેનો ઉદ્દેશ્ય બંને દેશોને આર્થિક લાભ પહોંચાડવાનો છે. ન્યુઝીલેન્ડની વિકાસ કરવાની ક્ષમતામાં દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો, અને વધુ આત્મવિશ્વાસપૂર્ણ, મહત્વાકાંક્ષી અને સકારાત્મક ભવિષ્ય માટે આહ્વાન કર્યું હતું.
ગુરૂહરિ પ્રબોધ સ્વામીજીના સાંનિધ્યમાં સંપન્ન થયેલ આ ઉત્સવમાં ન્યુઝીલેન્ડ સિવાય ભારત, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ફીજી, દુબઈ, લંડન, જર્મની, અમેરિકા, અને કેનેડા જેવા દેશો માંથી ૧૮૦૦ કરતાં વધુ ભક્તો હાજર રહ્યા હતા. આ સેન્ટર આગામી પેઢી માટે જ્ઞાન અને સંસ્કારનું કેન્દ્ર બની રહેશે તેવી આશા વડાપ્રધાન એ વ્યક્ત કરી હતી.ક્રિસ્ટોફર લક્સન એ પોતાનું વક્તવ્ય પૂરૂં કરતાં પહેલાં ત્રણ વાર‘‘થેન્ક યુ... થેન્ક યુ... થેન્ક યુ...'' કહીને ઉપસ્થિત બધા જ મહેમાનોના દિલ જીતી લીધા હતા.
આ પ્રસંગે ન્યુઝીલેન્ડના ઉચ્ચ સ્તરીય રાજનેતા અને સાંસદ માર્ક મીટચેલે મુશ્કેલ સમયમાં શાંતિ જાળવવા, સામુદાયિક સેવાઓ કરવા, યુવા પેઢીનું યોગ્ય માર્ગદર્શન કરવા અને રાજનેતાઓને પોતાના કાર્ય દ્વારા બીજાને ઙ્કેરણા આપવા પર ભાર મુકયો હતો.
પ્રધાનમંત્રીએ મહાપ્રસાદ લેતી વખતે જણાવ્યું કે હરિપ્રબોધમ્ પરિવારમાં શિસ્તના દર્શન અદભૂત છે. તમારા બધાનું આ કાર્ય મારા હૃદયને સ્પર્શી જાય તેવું છે.આ પ્રસંગે હરિપ્રબોધમ્ પરિવારના નિમંત્રણને સ્વિકારીને આવેલા ન્યુઝીલેન્ડમાં ભારતના વર્તમાન કોન્સ્યુલેટ જનરલ ડો. મદન મોહન સેઠી પણ શોભાયાત્રામાં જોડાયા હતા.
ન્યુઝીલેન્ડમાં ભારતના ભૂતપૂર્વ કોન્સ્યુલેટ જનરલ ભાવ ધિલ્લોન પણ હરિ ઙ્કબોધમ્ પરિવાર સાથે આત્મીય સંબંધ ધરાવે છે. તેઓ પણ સવારથી જ આ ઉત્સવમાં સહભાગી થવા પધાર્યા હતા.અંતમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના આશિષ પ્રવચન સાથે આ ઉત્સવ સંપન્ન થયો હતો.
આ સમગ્ર આયોજનમાં ન્યૂઝીલેન્ડમાં સત્સંગની જવાબદારી સંભાળતા પૂ. શાશ્વતસ્વામી અને પૂ. અશોકભાઈ (સેક્રેટરી) તથા ન્યુઝીલેન્ડ સત્સંગ વિભાગના પ્રમુખ મોહનભાઈ ડાયા તેમજ ન્યૂઝીલેન્ડના યુવકો અને ભક્તોએ ખૂબ પ્રયત્ન કરીને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.તેમ અશોકભાઈ સેક્રેટરી-ગુરૂહરિ પ્રબોધ સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃમુકેશ વાધેલા-જૂનાગઢ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
