<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

દેવલાલીમાં પૂ.ધીરગુરૂદેવની ૪પ મી દીક્ષા જયંતી અભિવંદના અવસર : ત્રિદિવસીય કાર્યક્રમ

રાજકોટ :  દેવભુમી દેવલાલી (નાસીક)ની પાવન ભુમીમાં ગોંડલ સંપ્રદાયના પૂ.શ્રી ધીરગુરૂદેવની ૪પ મી દીક્ષા જયંતી અભિવંદના પ્રસંગે ત્રિદિવસીય કાર્યક્રમ દેશ-વિદેશના ભાવિકોની ઉપસ્‍થિતિમાં ઉજવાશે.

આ પ્રસંગે પૂ. નરેશ મુનિ મ.સા. આદિ તથા ડો. પૂ. તરૂલતાજી મ.સ. પૂ. જયોતિજી મ.સ., પૂ. જયેશાજી મ.સ., પૂ. ભકિતજી મ.સ., પૂ. મીનાજી મ.સ., આદિ અજરામરના પૂ. કોકીલાજી મ.સ., પૂ.ઝંખનાજી મ.સ., પૂ. વિભુતીજી મ.સ., પૂ. શીતલજી મ.સ., પૂ. શુભેચ્‍છાકુમારીજી મ.સ. આદિ તથા શ્રમણ સંઘના પૂ. અનુપમાજી મ.સ. આદિ, દરીયાપુરીના પૂ. દ્રષ્‍ટિજી મ.સ. આદિના દર્શનાદીનો લાભ મળશે.

તા.૧૩ ને શુક્રવારે સવારે ૯.૩૦ કલાકે આતમ ઝંખે છુટકારો વિષય પર પ્રવચન શ્રેણી અજરામર ઉપાશ્રયે તા.૧૪ ને શનિવારે પ્રભાવતી ચુનીલાલ વેકરીયાળા, કેસરવાડી ઉપાશ્રય અને બપોરે ૩ કલાકે સ્‍થાનકવાસી સંઘ-વૈયાવચ્‍ચ કેન્‍દ્રના ૮પ કર્મચારીઓનું બહુમાન કરાશે.

જયારે તા.૧પ ના સવારે ૭.૪પ થી ૯.૪પ કલ્‍પવૃક્ષ સોસાયટી, મહાલક્ષી મંદીર રોડ ખાતે નવકારશી, ૯ કલાકે જ્ઞાનપોથી શોભાયાત્રા અને ૯.૩૦ કલાકે દીક્ષા જયંતી અભિવંદના કાર્યક્રમ ડુંગર દરબાર, મેંગો ટ્રી હોલ, મહાલક્ષ્મી મંદીર રોડ ખાતે યોજાશે.

સમારોહ મધ્‍યે મંઝીલ એક માર્ગ અનેક અને ભકતામર-સામાજીક સુત્ર (પોકેટ)ની અર્પણવિધિ યોજાશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઝવેરી પરીવાર, કુંદનબેન નવીનભાઇ દોશી, રાજેશ બેન્‍સ, જયશ્રી શાહ, દીપ્તી શાહ વગેરે કાર્યરત છે.

(2:18 PM IST)