સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાયો 1:25 PM
રાજકોટ ફરી ભાજપનો ગઢ સાબિત 3:37 PM
એરટેલના યુઝર્સ માટે મોટા સમાચાર : હવે છેતરપિંડી કરનારાઓની ખેર નથી : કોલ ચાલુ હશે તો પણ AI આપશે વોર્નિંગ!
OTP માંગતા ઠગોના જપ્ત થશે હોશ! એરટેલે લોન્ચ કરી દેશની પહેલી AI-સંચાલિત છેતરપિંડી એલર્ટ સિસ્ટમ: જો તમે કોલ પર હશો અને બેંકનો મેસેજ આવશે : તો તરત જ ફોન સ્ક્રીન પર ચમકશે લાલબત્તી

ગુરુગ્રામ: ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ક્રાઈમ અને ખાસ કરીને 'OTP સ્કેમ' સામે લડવા માટે ટેલિકોમ દિગ્ગજ એરટેલે એક અદભૂત હથિયાર તૈયાર કર્યું છે. કંપનીએ એક એવી હાઈ-ટેક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સિસ્ટમ વિકસાવી છે જે રીયલ-ટાઇમમાં છેતરપિંડીને પકડી પાડશે. અત્યાર સુધી એવું બનતું હતું કે ઠગો બેંકના અધિકારી બનીને કોલ કરતા અને વાતોમાં ભોળવીને OTP માંગી લેતા, પણ હવે એરટેલની આ નવી સિસ્ટમ કોલ દરમિયાન જ તમારા ફોન પર નજર રાખશે. જેવો કોઈ શંકાસ્પદ કોલ આવશે અથવા વાતચીત દરમિયાન તમારા ફોનમાં OTP આવશે, કે તરત જ સિસ્ટમ તમને ચેતવણી આપશે કે આ કોલ જોખમી હોઈ શકે છે.
આ સિસ્ટમની કાર્યપદ્ધતિ અત્યંત સ્માર્ટ છે. તે માત્ર સ્પામ કોલને બ્લોક નથી કરતી, પરંતુ કોલ દરમિયાન થતી ગતિવિધિઓનું વિશ્લેષણ પણ કરે છે. દાખલા તરીકે, જો તમે કોઈ અજાણ્યા નંબર સાથે વાત કરી રહ્યા હોવ અને તે જ સમયે તમારી બેંકનો કોઈ ટ્રાન્ઝેક્શન મેસેજ કે OTP આવે, તો એરટેલનું AI તુરંત જ સમજી જશે કે અહીં છેતરપિંડીની શક્યતા છે. આ સુવિધાથી ખાસ કરીને એવા લોકોને મોટો ફાયદો થશે જેઓ ટેકનોલોજીથી બહુ પરિચિત નથી અને અજાણતામાં પોતાની ગુપ્ત માહિતી શેર કરી દે છે. એરટેલના જણાવ્યા મુજબ, આ પગલાથી લાખો લોકોના બેંક ખાતા ખાલી થતા બચી શકશે.
હાલમાં આ ક્રાંતિકારી સુવિધાનું ટેસ્ટિંગ હરિયાણામાં સફળતાપૂર્વક શરૂ કરી દેવામાં આવ્યું છે. કંપનીનો પ્લાન છે કે આગામી બે અઠવાડિયાની અંદર આ ફીચર સમગ્ર ભારતમાં તમામ એરટેલ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. છેલ્લા બે વર્ષમાં એરટેલે સ્પામ લિંક્સ અને ફેક કોલ્સ રોકવા માટે ઘણા પ્રયાસો કર્યા છે, પરંતુ આ 'લાઇવ કોલ એલર્ટ' સુવિધા અત્યાર સુધીની સૌથી પાવરફુલ સુરક્ષા માનવામાં આવે છે. હવે છેતરપિંડી કરનારાઓ માટે ગ્રાહકોને મૂર્ખ બનાવવા લગભગ અશક્ય બની જશે, કારણ કે એરટેલનું AI હવે દરેક કોલ પર વોચ રાખશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
