ટ્રમ્પની 'ટ્રેપ' અને રશિયાની ગર્જના: "ભારત સાવધાન! અમેરિકા સાથેની તેલની ડીલ ક્યાંક ભારે ન પડી જાય", પુતિને મિત્ર ભારતને આપી મોટી ચેતવણી!
ભારત-અમેરિકા વચ્ચેની ૫૦૦ અબજ ડોલરની ટ્રેડ ડીલ પર રશિયાએ વ્યક્ત કરી ઊંડી ચિંતા; રશિયન તેલ છોડાવવાની ટ્રમ્પની રમત સામે મોસ્કો લાલઘૂમ - શું ભારત તેના સૌથી જૂના મિત્રને છોડશે?

મોસ્કો : ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ આ ડીલને કારણે ભારતનો પરમ મિત્ર રશિયા નારાજ જણાઈ રહ્યો છે. રશિયાએ ટ્રમ્પ પ્રશાસનની તેલ નીતિને લઈને ભારતને સાવધ રહેવા સૂચના આપી છે. રશિયાનું માનવું છે કે ટ્રમ્પ ભારતને રશિયન તેલથી દૂર કરી પોતાના માર્કેટમાં ફસાવવા માંગે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા છે. બદલામાં ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પરના ટેરિફ (કર) ૫૦% થી ઘટાડીને ૧૮% કરવાની જાહેરાત કરી છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમેરિકા ભારત પર દબાણ લાવી રહ્યું છે અને ભારત-રશિયાના વર્ષો જૂના મજબૂત સંબંધોમાં તિરાડ પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત રશિયન ક્રૂડ ઓઈલના બદલે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદે. જોકે, રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે રશિયન તેલ ભારત માટે સૌથી સસ્તું અને ભરોસાપાત્ર છે. રશિયાના નાયબ વિદેશ મંત્રી સેર્ગેઈ રાયબકોવે જણાવ્યું હતું કે, "અમને આશા છે કે ભારત સાથેના અમારા સંબંધો પર આ ડીલની કોઈ નકારાત્મક અસર નહીં પડે. અમેરિકા હંમેશા પોતાના ફાયદા માટે અન્ય દેશોનો ઉપયોગ કરતું આવ્યું છે."
ભારત સરકારે હજુ સુધી રશિયન તેલ સંપૂર્ણપણે બંધ કરવાની ટ્રમ્પની વાતને સત્તાવાર સમર્થન આપ્યું નથી. વિદેશ મંત્રી એસ. જયશંકરે સંકેત આપ્યા છે કે ભારત હંમેશા પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને જ નિર્ણય લેશે. ભારતીય રિફાઇનરીઓ રશિયન તેલ પ્રોસેસ કરવા માટે અનુકૂળ છે, અને તેને અચાનક બદલવું આર્થિક રીતે મોંઘું પડી શકે છે.
હવે જોવાનું એ રહેશે કે ભારત પોતાના જૂના મિત્ર રશિયા અને નવા ભાગીદાર અમેરિકા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
