News of Wednesday, 11th February 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ઓમર અબ્દુલ્લાના ‘જૂતા’ વાળા નિવેદન પર ભારે હોબાળો: ભાજપના ધારાસભ્યોનો વોકઆઉટ
ઓમર અબ્દુલ્લાએ કથિત રીતે કહ્યું હતું કે, "ગૃહમંત્રીએ તમને જૂતા માર્યા હશે," જે વાતને લઈને ભાજપના સભ્યો લાલઘૂમ થઈ ગયા

જમ્મુ: જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં રાજકીય ગરમાવા વચ્ચે ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા ૧૦ ફેબ્રુઆરીના રોજ બજેટ ભાષણ દરમિયાન ભાજપના ધારાસભ્યો વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને કારણે આજે પણ ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો.
ઓમર અબ્દુલ્લાએ કથિત રીતે કહ્યું હતું કે, "ગૃહમંત્રીએ તમને જૂતા માર્યા હશે," જે વાતને લઈને ભાજપના સભ્યો લાલઘૂમ થઈ ગયા હતા. આજે સવારે ૧૦ વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા સુનીલ શર્મા અને અન્ય ભાજપના ધારાસભ્યોએ વેલમાં ધસી જઈને મુખ્યમંત્રીની માફીની માંગ કરી હતી.
ધારાસભ્ય સુરજીત સિંહ સલાથિયાએ સ્પીકર અબ્દુલ રહીમ રાઠર સમક્ષ માંગ કરી હતી કે મુખ્યમંત્રી ગૃહમાં આવીને સ્પષ્ટતા કરે કે તેમના શબ્દો સંસદીય હતા કે નહીં. સ્પીકરે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને ચેતવણી આપી હતી, પરંતુ ભાજપના સભ્યો શાંત ન થયા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.
નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ રેકોર્ડમાંથી શબ્દો દૂર કરવાનું સૂચન કર્યું હતું, પરંતુ વિપક્ષ મક્કમ રહ્યો હતો. બીજી તરફ, મંત્રી સકીના ઈટુએ સરકારનો બચાવ કરતા કહ્યું હતું કે ભાજપે પણ ભૂતકાળમાં નેશનલ કોન્ફરન્સના નેતાઓ વિશે અપશબ્દો કહ્યા છે અને મેડિકલ કોલેજ મુદ્દે ૫૦ બાળકોનું ભવિષ્ય બગાડ્યું હોવાનો વળતો પ્રહાર કર્યો હતો
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
