<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરમાં યૌન શોષણનો ગંભીર આરોપ

સ્પેશિયલ પોક્સો કોર્ટમાં અરજી: શંકરાચાર્યના સમર્થકો આ આરોપોને પાયાવિહોણા અને ષડયંત્ર ગણાવી રહ્યા છે: બીજી તરફ કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અરજી સ્વીકારી છે

વારાણસી: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. તેમના શિબિરમાં એક સગીર પર યૌન શોષણ થયું હોવાના ગંભીર આક્ષેપો બાદ આ મામલો હવે કાયદાકીય ગૂંચમાં ફસાયો છે. પીડિત પક્ષ દ્વારા આ મામલે સ્પેશિયલ પોક્સો (પી.ઓ.સી.એસ.ઓ.) કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. 
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે શિબિર દરમિયાન સગીર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી અને આ ઘટના અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં વિલંબ થયો હતો.
આ સમાચાર સોશિયલ મીડિયા અને ધાર્મિક વર્તુળોમાં વાયુવેગે ફેલાઈ રહ્યા છે. શંકરાચાર્યના સમર્થકો આ આરોપોને પાયાવિહોણા અને ષડયંત્ર ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અરજી સ્વીકારી છે અને આગળની સુનાવણી માટે તારીખ નક્કી કરી છે. 
આ હાઈ-પ્રોફાઈલ કેસ હોવાથી પોલીસ અને વહીવટી તંત્ર પણ અત્યંત સાવચેતીપૂર્વક કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં કોર્ટના આદેશ બાદ આ મામલે વધુ વિગતો અને પુરાવાઓ સામે આવી શકે છે.

(11:19 PM IST)