<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

પીએમ મોદીનું નવું સરનામું ‘સેવાતીર્થ': સાઉથ બ્‍લોક હવે ઇતિહાસ બનશે

જવાહરલાલ નહેરુના સમયથી સત્તાનું કેન્‍દ્ર રહેલા સાઉથ બ્‍લોકને અલવિદા કહી પીએમ મોદી હવે કાલથી ‘સેવાતીર્થ'માંથી દેશનું સંચાલન કરશે : આ પરિવર્તન માત્ર સ્‍થળનું નથી, પરંતુ બ્રિટિશ કાળની માનસિકતા છોડીને સેવા અને ઉત્તરદાયિત્‍વ આધારિત આધુનિક શાસન વ્‍યવસ્‍થા તરફનું મોટું કદમ છે

નવી દિલ્‍હી, તા.૧૨: ગત પાંચ દાયકાથી સરકાર પોતાના મહત્‍વપૂર્ણ નિર્ણયોનું કેન્‍દ્ર રહેલા સાઉથ બ્‍લોક માં શુક્રવારે બપોરે વડાપ્રધાન કાર્યાલય બ્રિટિશ કાળની ઈમારતથી નીકળીને નવનિર્મિત સેવા તીર્થ માં ટ્રાન્‍સફર થઈ જશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી શુક્રવારે જ સાઉથ બ્‍લોકમાં થનારી આખરી કેબિનેટ બેઠકની અધ્‍યક્ષતા કરશે. તેના પછી નવા પ્રશાસનિક ભવનનું ઉદ્ગાટન થશે, જે રાયસીના હિલ ખાતે આ પ્રતિષ્ઠિત ઈમારતથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે છે.

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, કેબિનેટ બેઠક બાદ કેન્‍દ્રીય મંત્રી અને અધિકારી સાઉથ બ્‍લોકથી સેવા તીર્થ જશે, જ્‍યાં વડાપ્રધાન કાર્યાલય, કેબિનેટ સચિવાલય, રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર કાર્યાલય અને ઈન્‍ડિયા હાઉસ આવેલા છે. ઈન્‍ડિયા હાઉસ ઉચ્‍ચ સ્‍તરીય પ્રતિનિધિમંડળોની મેજબાનીનું નવું સ્‍થાન છે.

અધિકારીઓએ કહ્યુ છે કે વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નેતળત્‍વમાં પહેલી કેબિનેટ બેઠક સાઉથ બ્‍લોકમાં થઈ હતી. રાયસીના હિલ પર આવેલા સાઉથ બ્‍લોક અને નોર્થ બ્‍લોકનું નિર્માણ ૧૯૩૧માં થયું હતું.

વડાપ્રધાન કાર્યાલયનો ઈતિહાસ ૧૯૪૭માં બનેલા એક નાનકડાં પ્રધાનમંત્રી સચિવાલયથી શરૂ થાય છે. પહેલું મોટું માળખાગત પરિવર્તન ૧૯૬૪માં લાલ બહાદૂર શાષાીના વડાપ્રધાન બન્‍યા બાદ થયું, જ્‍યારે કાર્ય ફાળવણી નિયમોના માધ્‍યમથી પીએમએસને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો.

ઈન્‍દિરા ગાંધીના કાર્યકાળમાં કાર્યાલયનું અધિકાર ક્ષેત્ર વધ્‍યું અને ૧૯૭૭માં મોરારજી દેસાઈના કાર્યકાળમાં તેનું નામ બદલીને પીએમઓ કરી દેવામાં આવ્‍યું. સંરક્ષણ અને વિદેશ મંત્રાલય આગામી કેટલાક સપ્તાહોમાં સાઉથ બ્‍લોકમાંથી અલગ-અલગ કાર્યાલયોમાં સ્‍થાનાંતરિત થઈ જશે.

એક ન્‍યૂઝ ચેનલના અહેવાલ મુજબ, સેવાતીર્થ માત્ર વડાપ્રધાન કાર્યાલયનું જ નવું સરનામું નથી. આ એક જ પરિસરમાં શાસનના સર્વોચ્‍ચ કેન્‍દ્રોને એકસાથે લાવવામાં આવ્‍યા છે. સેવા તીર્થ એકમાં વડાપ્રધાન કાર્યાલય, સેવા તીર્થ ૨માં કેબિનેટ સચિવાલય અને સેવા તીર્થ ૩માં રાષ્‍ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય સાથે રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર કાર્યાલય પણ આવેલું છે. એટલે કે તેમાં ભારતના જેમ્‍સ બોન્‍ડ ગણાતા NSA અજિત ડોભાલ પણ મીટિંગ કરશે. જૂની વ્‍યવસ્‍થામાં આ સંસ્‍થાઓ અલગ-અલગ સ્‍થાનો પરથી કાર્ય કરતી હતી, તેમાં સંવેદનશીલ મામલાઓમાં તાલમેલની ખામી પણ સહન કરવી પડે છે.

આ પરિવર્તનમાં વૈચારિક સંદેશ પણ છે. મૂળભૂત રીતે કાર્યપાલિકા પરિસર કહેવામાં આવતું હતું, તેનું નામ બદલીને સેવા તીર્થ કરી દેવામાં આવ્‍યું છે, જે શાસનના કેન્‍દ્રમાં સેવાને રાખે છે. અધિકારીઓનું કહેવું છે કે આ સત્તા પ્રધાન પ્રશાસનથી ઉત્તરદાયિત્‍વ આધારીત શાસન તરફ વ્‍યાપક પરિવર્તનનો હિસ્‍સો છે.

વડાપ્રધાન કાર્યાલય દ્વારા દક્ષિણ બ્‍લોક સંપૂર્ણપણે ખાલી કરાયા બાદ ઐતિહાસિક ઉત્તર અને દક્ષિણ બ્‍લોકને યુગ યુગીન ભારત સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દેવામાં આવશે. આ પગલું એ યુગના અંતના સંકેત છે જ્‍યારે અંગ્રેજકાલિન ઈમારતો સ્‍વતંત્ર ભારતના સત્તા કેન્‍દ્રોનું ઘર હતી.

અધિકારીઓ મુજબ, લગભગ ૧૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત સેવા તીર્થ એ વાતનું પ્રતીક છે કે શાસનનો અર્થ માત્ર સ્‍થાનોનું પરિવર્તન નથી, પરંતુ સત્તાના પ્રયોગની પદ્ધતિને ફરીથી વ્‍યાખ્‍યાયિત કરવું પણ છે. (રર.૨૩)

(3:55 PM IST)