News of Thursday, 12th February 2026
તને ભેટીને જ્યારે તારા ધબકારા સંભળાય છે, ત્યારે જ લાગે છે કે, જીવવામાં કંઈક સાર છે..
વેલેન્ટાઈન વીકઃ આજે હગ ડેઃ હગ માત્ર પ્રેમનો એકરાર નહીં, માનસિક સ્વાસ્થ્ય માટે પણ વરદાન

નવી દિલ્હી,તા.૧૨: ૭ ફેબ્રુઆરીથી શરૂ થતું વેલેન્ટાઈન વીક માત્ર યુવા હૈયાઓ માટે જ નહીં, પરંતુ માનવીય સંબંધોને મજબૂત બનાવવા માટે પણ ખાસ માનવામાં આવે છે. આ સપ્તાહમાં રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડેથી લઈને ૧ ૨ ફેબ્રુઆરીના રોજ ઉજવાતા હગ ડેનું વિશેષ મહત્વ છે. વેલેન્ટાઈન વીકના દરેક દિવસ પાછળ એક ચોક્કસ ભાવ છુપાયેલો છે. આ દિવસો આપણને વ્યસ્ત જીવનશૈલીમાંથી સમય કાઢીને આપણા પ્રિયજનોને એ અહેસાસ કરાવવાની તક આપે છે કે. તેઓ આપણા જીવનમાં કેટલા મહત્વના છે.(૪૦.૧૦)
આ૫ણે કોઈને ગળે લગાવીએ ત્યારે લાગણીઓની આપ-લે થાય
જ્યારે આપણે કોઈને ગળે લગાવીએ છીએ, ત્યારે લાગણીઓનું આદાનપ્રદાન હોય છે. ઉપરાંત શરીરમાં ઓક્સિટોસિન નામનું હોર્મોન રિલીઝ થાય છે. જેને લવ હોર્મોન અથવા કડલ કેમિકલ પણ કહેવાય છે. જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. હગ કરવાથી વ્યક્તિમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના જાગે છે. જે એકલતા દૂર કરવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ માનસિક રીતે ભાંગી પડી હોય, ત્યારે શબ્દો કરતાં એક શાંત હગ વધુ અસરકારક સાબિત થાય છે. -મનોચિકિત્સક
લગ્ન નક્કી થયાં બાદની મુલાકાતમાં હગ કર્યું હતું
અમારા લવ કમ અરેન્જ મેરેજને ૨૦ ફેબ્રુઆરીએ ૩૧ વર્ષ પૂરા થશે. અમે બંને સામ - સામે જ રહેતાં હતા અને અમને એકબીજાથી પ્રેમ થઈ ગયો હતો. અમારા લગ્ન નક્કી થયા બાદની મુલાકાતમાં પ્રથમવાર અમે એકબીજાને હગ કર્યું હતું. હગ કરવા માટે ચોક્કસ દિવસ નથી હોતો. તમારા પાર્ટનર સાથે એ રોજિદો ક્રમ હોવો જોઈએ. તેનાથી સુકુનની લાગણી સાથે સુરક્ષિત થવાનો અહેસાસ થાય છે. તેનાથી પ્રેમ તરોતાજા રહે છે. -પૂર્વીબેન
સગાઈ બાદ પ્રથમવાર અમે આલિંગન કર્યું હતું, જે હંમેશા યાદ રહેશે!
હું ૭૨ વર્ષની છે અને મારા પતિ ૭૯ વર્ષના છે. અમારા લગ્નને ૫૩ વર્ષ પૂર્ણ થયાં છે. અમારી સગાઈ બે અલગ-અલગ વ્યક્તિઓ સાથે થઈ ગઈ હતી. તે બાદ પણ મને સુભાષ સાથે પ્રેમ થઈ ગયો હતો. તેઓ કવિ અને લેખક છે. વળી, તે સમયે તેઓ દેવાનંદ જેવાં લાગતાં હતા. અમારી જ્ઞાતિના એક ફંકશનમાં તેમણે એક ગઝલ રજૂ કરી હતી. તે સાંભળીને હું તે જ ક્ષણે તેમને વરી ગઈ હતી અને મેં નક્કી કર્યું હતું હું તેમને જ પરણીશ. મારો દ્રઢ નિヘય અને હકારાત્મક મનોબળને કારણે ભગવાને અમને આખરે મેળવી આપ્યાં. જ્યારે અમારી સગાઈ થઈ તે બાદ અમે છત પર મળ્યાં હતા. તેઓ ખૂબ જ શરમાળ છે. પરંતુ હું તેમને ખુશીથી ભેંટી પડી હતી. જે અમારા જીવનનો યાદગાર હગ છે. -જ્યોતિ
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
